અમદાવાદઃ હજારો લોકોનું ફૂલેકું ફેરવનાર વિનય શાહની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં હજારો લોકોનું ફુલેકું ફેરવીને નેપાળ ભાગી ગયેલો વિનય શાહ દિલ્હીથી ઝડપાયો છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા તેને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ સામે લોકોના રૂપિયા ડબલ કરવા અને વધુ વ્યાજની લાલચ આપીને લેવાયા હતા અને તે ફુલેકું ફેરવી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. વિનય શાહ અને ભાર્ગવી શાહ પર આરોપ હતો કે મોટા કમિશન અને રોકાણને ડબલ કરવાની લાલચ આપી તેમણે લોકોને છેતર્યા હતા. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકે તેની ફરિયાદ દાખલ થઈ હતી.

પોલીસને મળી માહિતી અને ઝડપાઈ ગયો કૌભાંડી
વિનય બાબુલાલ શાહ કે જે ઊંચા વળતરની લાલચો આપી રોકાણકારોના 260 કરોડનું ફુલેકું ફેરવીને વિદેશ ભાગી ગયો હતો તે શખ્સ દિલ્હી આવવાનો હોવાની માહિતી પોલીસને મળી હતી. જે બાતમીને આધારે સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલ્વેઝ ગુજરાતની ટીમ દ્વારા દિલ્હીથી તેને રાઉન્ડઅપ કરી લેવાયો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાસપોર્ટ વગર કરન્સી એક્સચેન્જ કરતાં નેપાળમાં ઝડપાયો
કૌભાંડ સામે કાયદાનો સકંજો કસાતા દંપત્તિ વિદેશ ફરાર થઈ ગયું હોવાનું ચર્ચાયું હતું. જોકે પોલીસે વિનય શાહની પત્ની ભાર્ગવીને ઝડપી પાડી હતી. રૂપિયા 260 કરોડની કથિત કૌભાંડને લઈને તેની સામે નોંધાયેલી ફરિયાદ પછી તે નેપાળ ભાગી ગયો હોવાની વિગતો સામે આવી હતી. જોકે નેપાળ પોલીસને વિગતો મળી કે વિનય ત્યાં પાસપોર્ટ વગર કમિશન આપીને વિદેશી ચલણી નોટો એક્ચેન્જ કરાવી રહ્યો છે. તો પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જે પછી તે નેપાળમાં કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થયો હતો.

ADVERTISEMENT

વિનય શાહ પાસે હવે કેસ લડવાના પણ રૂપિયા ન બચ્યા
જે તે સમયે આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, ‘વિનયને ભારત પાછો લાવવામાં સમય લાગી શકે, તેને નેપાળના ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યું ઇન્ટેલિજન્સે પકડ્યો છે. તે ત્યાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેની પાસે જામીન લેવા માટે રુપિયા ન હોવાથી જેલમાંથી બહાર નીકળવું તેના માટે અઘરું છે. પોલીસે ગુજરાતમાં તેના તમામ બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા અને તમામ સંપત્તિને પણ સીઝ કરી છે. નેપાળમાં પણ પોલીસે તેની પાસેના તમામ રુપિયા સીઝ કરી દીધા છે. હવે તેની પાસે જામીન લેવા કે કેસ લડવા માટે રુપિયા નથી.’

નેપાળમાં અન્ય સ્ત્રી સાથે ઝડપાયો હતો
ઉલ્લેખનીય છે કે જ્યાં સુધી નેપાળમાં કાયદાકીય કાર્યવાહી પુરી થાય નહીં ત્યા સુધી વિનયને ભારત લવાય તેમ ન હતો. વિનય શાહ સામે ગત 12 નવેમ્બર 2018માં ફરિયાદ નોંધાઈ હતી ત્યારે આખું કૌભાંડ 260 કરોડનું હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં લોભામણી સ્કીમ લોકોને બતાવીને હજારો લોકો પાસેથી રૂપિયા મેળવીને કૌભાંડી વિનય શાહ નેપાળ ભાગી ગયો હતો. નેપાળમાં તે કોઈ બીજી સ્ત્રી સાથે ઝડપાયો હતો જે સ્ત્રીનું નામ ચંદા થાપા હોવાનું અને તેણે તે તેની પ્રેમિકા હોવાનું તરકટ રચ્યું હતું. જ્યારે આ કેસની તપાસ બાદમાં સીઆઈડી ક્રાઈમને સોંપી દેવાઈ હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT