પ્રમુખ સ્વામી મહોત્સવના સ્થળે યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર- વિવાદ પછી સ્થળમાં ફેરફાર
અમદાવાદઃ અમદાવાદમાં બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ચાણક્યપુરીમાં યોજાવાનો હતો જોકે તે સ્થળ હવે બદલીને પ્રમુખ સ્વામી મહોત્સવ યોજાયો હતો તે સ્થળે આ…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદમાં બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ચાણક્યપુરીમાં યોજાવાનો હતો જોકે તે સ્થળ હવે બદલીને પ્રમુખ સ્વામી મહોત્સવ યોજાયો હતો તે સ્થળે આ દિવ્ય દરબાર યોજવાનું નક્કી કરાયું છે. અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમાં મોટી ભીડ ઉમટી પડશે તેવો અંદાજ આયોજકોને આવ્યો છે. જેના કારણે તેઓ વચ્ચે ચાણક્યપુરીની જગ્યાને લઈને ગડમથલ ચાલી રહી હતી. આખરે નક્કી કરાયું કે અમદાવાદના કાર્યક્રમ માટે કદાચ ચાણક્યપુરીનું સ્થાન નાનું પડી શકે છે. જેથી સ્થળને બદલી નાખવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે.
30થી વધુ મુસાફરો સાથે જતી સુરતની બસનો રાજપીપળામાં ટ્રક સાથે અકસ્માતઃ લોકોની ચીસ પડી ગઈ
પોલીસ-આયોજકો આમને સામને
એક તરફ એવો પણ માહોલ હતો કે પોલીસ અને આયોજકો જાણે વ્યવસ્થાને લઈને આમને સામને હોય. ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરત પછી 29 અને 30મી મેના રોજ અમદાવાદમાં દિવ્યદરબાર યોજાવાનો છે. આ કાર્યક્રમ ચાણક્યપુરી ખાતે યોજવાનું નક્કી કરાયું હતું. જોકે અંતિમ સમયમાં આ વ્યવસ્થામાં ફેરફાર કરી દેવાયો છે. હવે ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી મહોત્સવ યોજાયો હતો ત્યાં જ આ કાર્યક્રમ કરવાનું નક્કી કરાયું છે. એક તરફ આયોજકો દિવ્ય દરબારને ચાણક્યપુરીમાં યોજવા માટે હઠે ચઢ્યા હતા અને ટિકિટોની ફાળવણી પણ કરી દેવાઈ હતી. જેથી એક રિપોર્ટ અનુસાર પોલીસની વ્યવસ્થા અને ચાણક્યપુરીના સ્થાનને લઈને વાત આયોજકો આખરે માન્યા હતા અને દિવય દરબાર ઓગણજમાં કરવાનું નક્કી કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT