Ahmedabad માંથી 'ગુલ્લીબાજ' શિક્ષકો મળ્યા! 14 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર પર, કાર્યવાહી ક્યારે?
અમદાવાદ શહેર અને જિલ્લામાં 14 જેટલા શિક્ષકો લાંબા સમયથી ફરજ પર ગેરહાજર હોવાનું સામે આવી રહ્યું છે. જેમાંથી 11 શિક્ષકો તો વિદેશમાં જતા રહ્યા છે.
ADVERTISEMENT
Ahmedabad News: ગુજરાતમાં સરકારી શાળાના નોકરી ચાલી રાખીને લાંબા સમયથી વિદેશમાં રહેલા શિક્ષકોના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે બાદ શિક્ષણમંત્રીએ આ પ્રકારના શિક્ષકો સામે તપાસના આદેશ આપ્યા હતા. આ વચ્ચે હવે અમદાવાદ શહેર અને જિલ્લામાં 14 જેટલા શિક્ષકો લાંબા સમયથી ફરજ પર ગેરહાજર હોવાનું સામે આવી રહ્યું છે. જેમાંથી 11 શિક્ષકો તો વિદેશમાં જતા રહ્યા છે.
અમદાવાદ શહેર-જિલ્લાના 11 શિક્ષકો વિદેશ જતા રહ્યા
શિક્ષણ વિભાગની સૂચના બાદ અમદાવાદની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના 14 શિક્ષકો લાંબા સમયથી રજા પર હોવાનું સામે આવ્યું. અમદાવાદ ગ્રામ્યના 8 શિક્ષકો અને 2 કર્મચારીઓ લાંબા સમયથી રજા પર છે. તો અમદાવાદ શહેરના 3 શિક્ષકો લાંબી રજા લઇ વિદેશ જતા રહ્યા છે. અમદાવાદ જિલ્લાના 8 પૈકી 7 શિક્ષક હાલ વિદેશમાં છે. 7 શિક્ષક 9 મહિના કરતા વધુ સમયથી ગેરહાજર રહ્યા હોવાનું આવ્યું સામે છે. બે શિક્ષકોની રાજીનામા અંગે કાર્યવાહી થઈ રહી છે. TPO મારફતે જાણ કરાતા શિક્ષકોએ રાજીનામું મોકલી આપ્યું છે. જેથી હાલમાં રાજીનામું મંજૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
બનાસકાંઠામાંથી આવ્યો પહેલો મામલો
નોંધનીય છે કે, આ પહેલા બનાસકાંઠા જિલ્લામાંથી ભાવનાબેન પટેલ નામની શિક્ષિકા તરીકે પાંછા સરકારી પ્રાથમિક શાળામાં ફરજના નામે ચાલતો કિસ્સો સામે આવ્યો હતો. વર્ષોથી ભાવનાબેન નામના શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં રહે છે અને હજી શાળામાં ફરજ બોલે છે, તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી.
ADVERTISEMENT
ખેડામાં પણ શિક્ષિકા ચાલુ નોકરીએ વિદેશમાં
તો ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલી હાથજની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સોનલ પરમાર 1 સપ્ટેમ્બર 2023થી ગેરહાજર છે. તેમણે શિક્ષણ વિભાગ પાસેથી કોઈપણ જાતની NOC લીધા વિના અમેરિકા જતા રહ્યા છે અને 1 વર્ષથી હાજર રહ્યા નથી. પ્રાથમિક શિક્ષા વિભાગ તરફથી શિક્ષિકા સોનલબેનને નોટિસ આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી સોનલબેન તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
ADVERTISEMENT