અમદાવાદ એરપોર્ટે નવી સિદ્ધિ નોંધાવી, 1 મહિનામાં 10 લાખથી વધુ મુસાફરોનું આવાગમન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી જતા મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષમાં માત્ર એક મહિનામાં 10 લાખથી પણ વધુ મુસાફરોનું આવાગમન થયું છે. ત્યારે મુસાફરોની વધતી સંખ્યાને જોતા હવે એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વ્યાપ પણ વધારવામાં આવી રહ્યો છે. તો અમદાવાદ એરપોર્ટ પણ હવે પ્રવાસીઓમાં લોકપ્રિય બની રહ્યું છે.

અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક ટર્મિનલના સિક્યોરિટી ચેક એરિયાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. તથા ડ્રોપ-ઓફ લેન મુસાફરોની ક્ષમતા અને સગવડોમાં પણ વધારો કરાયો છે. ડોમેસ્ટિક પ્રસ્થાન માટે 7 ઈ-ગેટ મૂકવામાં આવ્યા છે. જેથી મુસાફરોને સુવિધામાં વધારો કરી શકાય. ત્યારે એરપોર્ટ પર વધારવામાં આવેલી સુવિધાના પગલે મહિનામાં મુસાફરોના ફૂટપોલની સંખ્યા 1 મિનિયન સુધી પહોંચી ગઈ છે.

નોંધનીય છે કે અમદાવાદના SVIP એરપોર્ટથી નવા ડેસ્ટિનેશન માટેની સીધી ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને લખનૌને જોડતી સીધી ફ્લાઈટ શરૂ કરાતા મુસાફરોને સંખ્યા વધી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT