અમદાવાદ અકસ્માતઃ 9નો જીવ લેવાના કેસમાં પકડાયા તો શરમથી મોંઢા છૂપાવ્યા
અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત રાત્રીએ ગોજારો અકસ્માત થયો હતો. જેમાં એક થાર કાર ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી અને આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની મદદ…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત રાત્રીએ ગોજારો અકસ્માત થયો હતો. જેમાં એક થાર કાર ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી અને આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની મદદ માટે લોકો દોડી ગયા હતા. દરમિયાન અમદાવાદ પોલીસને અકસ્માતની જાણકારી મળતા પોલીસ પણ અહીં આવી ગઈ હતી ત્યારે અચાનક ફૂલ સ્પીડમાં એક જેગુઆર કાર આવી અને લોકોને ફંગોળી નાખ્યા હતા. આ ઘટનામાં એક હોમગાર્ડ, પોલીસ કર્મચારી સહિત 9 વ્યક્તિ મોતને ભેટ્યા હતા. અકસ્માત બાદ આ મામલામાં કાર ચાલક આરોપી તથ્ય પટેલના બચાવમાં તેના પિતા અને વકીલ ઉતરી ગયા હતા. જોકે પોલીસે આ મામલામાં તથ્ય પેટલના પિતા સહિત 6 વ્યક્તિની અટકાયત કરી લીધી છે. જેમાં તથ્ય સાથે કારમાં રહેલા તેના મિત્રોનો પણ સમાવેશ થાય છે. હાલ તથ્ય અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે આ ઘટનાના આરોપીઓ જ્યારે પકડાયા ત્યારે પોલીસ મથકમાં તેમને નીચે બેસાડવામાં આવ્યા હતા અને ત્યાં તેમના મોંઢા શરમથી તેઓ છૂપાવી રહ્યા હતા.
કેવી રીતે થયો અકસ્માત
ધનીક પિતાઓના નબીરાઓ એસજી હાઈવે અને સિંધુભવન રોડ પર બેફામ બની વાહનો હંકારતા હોય છે જેને કારણે ઘણીવાર એવી ઘટનાઓ પણ બની છે કે લોકોના જીવન જોખમાયા હોય. આવી જ એક ઘટના અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રી દરમિયાન બની હતી. થાર કારના ચાલક વિરુદ્ધ ખાસ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જે મુજબ થાર કાર માત્ર 16 વર્ષનો સગીર ચલાવી રહ્યો હતો. જેની સામે એસ.જી હાઈવે 2 ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં પણ પોલીસ ફરિયાદી બની છે. બ્રિજ પર અકસ્માત રાત્રે 12.30 વાગ્યે થયો હતો, જેની સૂચના મળતા પોલીસ ત્યાં પહોંચી હતી અને પોતાની કામગીરી કરી રહી હતી. દરમિયાન કેટલાક લોકો પણ ત્યાં પહોંચ્યા હતા. આ જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી જગુઆર કાર જે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો, તેણે લોકોને અટફેટે લીધા હતા અને 9 લોકોના મોત થઈ ગયા, જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.
‘મારા દિકરાને લોકો મારી રહ્યા હતા, એટલે હું…’- અમદાવાદ એક્સિડેન્ટમાં નબીરા તથ્યના પિતાએ કહ્યું
16 વર્ષના સગીર સામે નોંધાઈ ફરિયાદ
પોલીસ દ્વારા આ થાર કારના સગીર ચાલક વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જે મુજબ કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જતા ઈસ્કોન બ્રિજ પર થાર ચાલકે પૂર ઝડપે કાર હંકારી હતી અને ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. જેમાં કાર અને ડમ્પર બંનેને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આ 16 વર્ષના સગીર વિરુદ્ધમાં જાહેર રોડ પર બેદરકારીથી અન્ય લોકોની જિંદગી જોખમાય એ રીતે વાહન ચલાવવાની ફરિયાદ IPCની કલમ 177, 184 અને 181 હેઠળ નોંધવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા આ કેસમાં જેગુઆર કારથી લોકોને ફંગોળી નાખવાના મામલામાં કાર ચાલક તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની અટકાયત કરી લીધી છે. હવે આ મામલામાં આરોપીઓની ધરપકડ કર્યા પછી તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT