અમદાવાદ અકસ્માતઃ ખેડામાં એક સાથે 6 લોકોની નનામી નીકળી, ગામના મોટા ભાગના ઘરોમાં ના સળગ્યા ચુલા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ અમદાવાદ બગોદરા હાઈવે પર થયેલા ગોઝારા અકસ્માતમાં 10 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જેમાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના 6 લોકોના મોત થતા ગામમા શોકનો માહોલ છવાયો હતો. એવામા રાત્રીના સમયેજ તંત્રની ઉપસ્થિતીમા હૈયાફાટ રૂદન વચ્ચે તમામ 6 લોકોની અંતિમ સંસ્કાર કરવામા આવતા ગામમા ભારે ગમગીની છવાઈ હતી.

અકસ્માતની જાણ થતા જ ગામમાં સન્નાટો છવાયો

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ સુણદા ગામે રહેતા ઝાલા પરિવારના તથા બાલાસિનોરના ભાંથલા ગામના સોલંકી પરિવારના મળી કુલ ૧૯ જેટલા લોકો પરિવારના સદસ્યની માનતા પૂર્ણ કરવા માટે લોડીંગ ટેમ્પોમા બેસીને ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ગયા હતા. ત્યાંરે શુક્રવારે બાધા પુર્ણ કરી પરત આવી રહ્યા હતા દરમ્યાન બગોદરા-બાવળા હાઈવે પર ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમાં સ્થાન પરજ 10 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા અને અનેક ઘાયલ થયા હતા. ઘટનાની જાણ ગામમાં થતા જ ગામમાં ભારે સન્નાટો છવાયો હતો. આ કરૂણ ઘટનામા કપડવંજના સુણદા ગામના ઝાલા પરિવારના 6 લોકોના મોત થતા ગામ સહિત પરિવારમાં પણ ઘેરા શોકનો માહોલ છવાયો છે.

પોરબંદરઃ રાષ્ટ્રગાનને લઈને થયેલા વિવાદમાં મોલવીની ધરપકડ

આખુ ગામ પરિવારની પડખે આવ્યું, મોટાભાગના ઘરે ચુલો ના સળગ્યો

આ ઘટના બાદ તમામ મૃતકોના મૃતદેહોને પોલીસની જરૂરી કાર્યવાહી બાદ પરિવારજનોને સોંપવામા આવ્યા હતા. ગામમાં ત્રણ એમ્બ્યુલન્સ મારફતે તમામના મૃતદેહો ગામમાં લાવવામાં આવ્યા હતા. ગોઝારા અકસ્માત બાદ મૃતદેહોને ગામમાં લવાતા હૈયાફાટ આક્રંદથી ગામમા ગમગીની છ આઈ હતી, તો ગામમાં મોટા ભાગના ઘરે સાંજે ચુલો ન સળગ્યો, અને આખુ ગામ પરિવારના પડખે આવી ઊભા રહ્યા હતા.

ADVERTISEMENT

મોડી રાત્રે ગમમાં મૃતદેહો આવ્યા બાદ ગામમાં અંતિમ ક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી હતી. ગામમાં એક સાથે 6 નનામીઓની સ્મશાન યાત્રા નીકળી હતી. આ સ્મશાન યાત્રામાં ગામમાં 3 હજારથી વધુ લોકો જોડ્યા હતા. તેમજ કપડવંજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સાથે DySP, PI અને PSI સહિત પોલીસ કર્મચારીઓ અને MGVCL કર્મચારીઓ પણ સ્થાન પર ઉપસ્થિત હતા. એટલુ જ નહીં એક જ પરિવારના 6 લોકોને ગામના લોકોએ કાંધ આપી સ્મશાન સુધી લઈ ગયા હતા અને એક સાથે તમામની ચિતાઓને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા.

ગામના સરપંચ મહેન્દ્રભાઈના જણાવ્યા અનુસાર, ” મને સવારે જાણ થતાની સાથે જ હું અને અન્ય વડીલો ધોળકા પહોંચ્યા હતા. જ્યાં મૃતદેહોની ઓળખ કરતા 6 વ્યક્તિઓ અમારા ગામના હતા. જેમાં બે બાળકો, બે મહિલા અને બે પુરુષના દુઃખ મોત નિપજ્યા હતા. જ્યારે બાકીના લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT