બગોદરા અકસ્માતના 10 મૃકો પૈકી 4 ની મહિસાગરમાં સાથે ઉઠી અર્થીઃ ગામ હિબકે ચઢ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી.મહિસાગરઃ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાથલા ગામના એક પરિવારના ચાર સભ્યોના મોતથી ગામ આખું શોકમગ્ન થઈ ગયું છે. આ પરિવાર ભાણીની બાધા કરી ચોટીલાથી પરત ફરતો હતો ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. અમદાવાદ નજીક બગોદરા હાઈવે પર ગોઝારા અકસ્માતમાં 10 વ્યક્તિના મોત થયા હતા જેમાં આ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. ગામમાં એક સાથે ચાર અર્થી ઉઠતા ગમગીનીનું મોજુ ફરી વળ્યું હતું.

જેશીંગભાઈને કામ આવી જતા તેઓ ગયા નહીં

મૃતકોમાં જેશીંગભાઈ સોલંકીની પત્ની, તેમની દીકરી અને માતાપિતાનો સમાવેશ થાય છે. અકસ્માતમાં જેશીંગભાઈના બે વર્ષની દીકરી અને પાંચ વર્ષના પુત્રનો બચાવ થયો હતો. અકસ્માત બાલાસિનોરથી ચોટીલા જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 પર થયો હતો. અકસ્માતમાં જેશીંગભાઈ અને તેમના પરિવારના તમામ સભ્યોને ગંભીર ઈજા થઈ હતી. ગંભીર ઈજાઓને પગલે તેમનું મૃત્યુ થયું હતું. ચાર સભ્યોના મૃત્યુએ સમગ્ર ગામને શોકમાં મુકી દીધું હતું.

શિક્ષકો દ્વારા ઈડરમાં મૌન ધરણા, માગોને લઈ ઉગ્ર આંદોલનની ચીમકી

જેશીંગભાઈના પરિવારના મોતથી ગામ આખું શોકમગ્ન થઈ ગયું છે. શનિવારે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. શોકસભામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. તેઓ ચોટીલા પોતાની ભાણીની બાધા કરી પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત થયો હતો. જોકે આ બાધાની વિધિમાં જેશીંગભાઈને પણ જવાનું હતું પરંતુ તેમને આકસ્મિક કામ આવી જતા તેઓ ગયા ન્હોતા. જેને કારણે તેઓનો પણ બચાવ થયો હતો.

ADVERTISEMENT

મૃતકોના પરિવારને મુખ્ય મંત્રી અને વડાપ્રધાન દ્વારા સહાય આપવામાં આવી છે. બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે પણ પરિવારને સાંત્વના આપી હતી. સાથે જ સહાય બદલ સરકારનો આભાર માન્યો હતો. આ અકસ્માત એક ભયાનક દુર્ઘટના છે. જેશીંગભાઈના પરિવારના મોતથી આખું ગામ હિબકે ચઢ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT