Ahmedabad: સાઉથ બોપલમાં નશામાં ધૂત યુવકે કર્યું 4 રાઉન્ડ ફાયરિંગ, પોલીસ થઈ ગઈ દોડતી
Ahmedabad News: દારૂબંધી ગુજરાતમાં બસ કહેવા માટે જ હોઈ તેવું લાગી રહ્યું છે. દારૂબંધીના મોટા મોટા બણગા ફૂકતી સરકારના રાજમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર…
ADVERTISEMENT
Ahmedabad News: દારૂબંધી ગુજરાતમાં બસ કહેવા માટે જ હોઈ તેવું લાગી રહ્યું છે. દારૂબંધીના મોટા મોટા બણગા ફૂકતી સરકારના રાજમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જ હોઈ તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય દારૂ પીવાય અને વેચાય રહ્યો છે. ત્યારે ગુજરાતનું તંત્ર દારૂના દૂષણને ડામવા નિષ્ફળ નીવડ્યું હોય તેવું રોજબરોજ સામે આવતી ઘટનાઓ પરથી લાગી રહ્યું છે. દારૂનો જથ્થો પકડાવાથી લઈને, દારૂની મહેફિલો પર દરોડાથી લઈને અનેક પુરાવા રોજબરોજ મળતા હોય છે. આજે પણ અમદાવાદમાંથી આવી જ ઘટના સામે આવી છે.
દારૂની મહેફિલમાં ફાયરિંગ
અમદાવાદના સાઉથ બોપલમાં દારૂની મહેફિલમાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી હોય તેવું સામે આવ્યું નથી. આ સમગ્ર મામલે આઠ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
કોઈ વાતને લઈને બાબલ બાદ ફાયરિંગ
મળતી માહિતી અનુસાર, અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા સેલિબ્રેશન કોમ્પલેક્ષમાં કેટલાક મિત્રો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન કોઈ વાતને લઈને તેઓની વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ મહાવીરસિંહ નામના શખ્સે દારૂના નશામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ADVERTISEMENT
8 શખ્સો સામે ફરિયાદ
એવું કહેવામાં આવી રહ્યું છે કે ફરિયાદી અને આરોપીઓ મિત્રો જ હતા અને તમામ લોકો જમીન લે-વેચનું કામ કરે છે. હાલ ફાયરિંગની ઘટનામાં 8 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે હાથ ધરી તપાસ
આ સમગ્ર મામલે બોપલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કોણે ફાયરિંગ કર્યું, ક્યાં કારણોસર ફાયરિંગ કર્યું, તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT