AHMEDABAD: 3 કલાકમાં 2 ઇંચ વરસાદ, અખબારનગર અંડરબ્રિજ બંધ કરવો પડ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી બારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. સતત બીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદ શહેરમાં આજે ફરી એકવાર તોફાની વરસાદ શરૂ થઇ ગયો હતો. 3 કલાકમાં વાસણા, પાલડીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. શહેરના સેટેલાઇ, મણીનગર, ઇસનપુર, પાલડી, જીવરાજપાર્ક, વેજલપુર, પ્રહલાદનગર, એસજી હાઇવે, સીજી રોડ પર ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદ એટલો જોરદાર હતો કે, રાણીપ અને નવા વાડજ વિસ્તારને જોડતો અખબારનગર અંડરબ્રિજ બંધ કરવો પડ્યો હતો.

પશ્ચિમ અમદાવાદમાં ધોધમાર વરસાદ, પૂર્વમાં માત્ર મણિનગરમાં વરસાદ
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ચાંદલોડિયા, જગતપુર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.અમદાવાદમાં સાંજે 4 વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. ત્રણ કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. બોપલ, ઘુમા, થલતેજ, સરખેજ, એસજી હાઇવે, જોધપુર, સેટેલાઈટ, પ્રહલાદનગર, પાલડી, આશ્રમ રોડ, વાસણા વેજલપુર, શ્યામલ, નારણપુરા, ઘાટલોડિયા, સાયન્સ સિટી, સોલા,ચાંદલોડિયા, ગોતા સહિતના વિસ્તારોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

બંગાળની ખાડીમાં લોપ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ
બંગાળમાં લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતમાં 13 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. 11 સપ્ટેમ્બરને રવિવારના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દમણ, દાદરા અને નગર-હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 12 સપ્ટેમ્બરે નર્મદા, સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT