અમદાવાદમાં ચા સાથે માસિક સાયકલને પણ જાણો, ટી સાયકલ કેલેન્ડરનો નવતર પ્રયોગ
અમદાવાદઃ માસિક સાયકલમાં સ્વચ્છતાથી લઈને મહિલાઓમાં થતા કુદરતી ફેરફારો સાથે સામાન્ય જીવન પણ જીવવું ઘણું મુશ્કેલ છે. મહિલાઓ માટે આ સમય દરમિયાનમાં ઓછા ખર્ચાળ અને…
ADVERTISEMENT
અમદાવાદઃ માસિક સાયકલમાં સ્વચ્છતાથી લઈને મહિલાઓમાં થતા કુદરતી ફેરફારો સાથે સામાન્ય જીવન પણ જીવવું ઘણું મુશ્કેલ છે. મહિલાઓ માટે આ સમય દરમિયાનમાં ઓછા ખર્ચાળ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા ક્લોથ નેપ્કીન બનાવતી કંપની યુનિપેડ્ઝ અને ટી પ્રમોટર્સ ઈન્ડિયાના સહોયગથી એક નવતર પ્રયોગ અમદાવાદમાં થઈ રહ્યો છે જેમાં ટી સાયકલ કેલેન્ડર ડિઝાન કરવામાં આવ્યું છે. જેમાં માસિક સમયે જાગૃતિ આવે તે અંગે શિખવવામાં આવે છે.
આ પીડાને મહિલાઓ જ સમજી શકે
માસિક દરમિયાન મહિલાઓને માથું દુખવું, હાથ-પગ તૂટવા, પેટમાં દુખાવાથી લઈ ઘણી પીડાઓનો સામનો કરવો પડતો હોય છે. તેમના શરીરમાં આ દરમિયાન કેવા કેવા ફેરફાર થતા હોય છે તે તેઓ પોતે પણ કહી કે જાણતી હોતી નથી જેના કારણે ઘણી વખત તેમને મુંઝવણોનો સામનો કરવો પડતો હોય છે. જોકે તેવું યોગ્ય માહિતીના અભાવે થઈ શકે છે. દર મહિને આ જ પીડાથી પસાર થવું એ કેટલું અસહ્ય હોય છે તે માત્ર મહિલાઓ જ જાણે છે.
RTO અમદાવાદને હાઈકોર્ટ ઢસેડી ગયા, જ્યારે પસંદના નંબર માટે 1 લાખ ચુકવ્યાને વર્ષ થવા છતાં
યુનિપેડ્ઝના સ્થાપક ગીતા સોલંકી કહે છે કે, હાલમાં માસિકને લઈને જે વહેમ જોવા મળે છે તેમાં ઘણી મહિલાઓને તો આ અંગે ઓછી અથવા તો નહીવત જેવી માહિતીઓ હોય છે. જેથી અમારું આ નવતર ટી સાયકલ કેલેન્ડર માસિક કાળ વખતે જાગૃતિ લાવવામાં મદદ કરશે અને મહિલાઓને દરેક દિવસની માહિતી આપશે. તેમના શરીરમાં થતા બાયોલોજીકલ ફેરફાર સંદર્ભમાં માહિતી આપશે. અહીં જ્યારે પણ ચા પીવા આવે ત્યારે મહિલાઓ સાથે આ અંગે વાત થઈ શકે છે. ટી સાયકલ એક અનોખું ઈન્ફ્યૂઝન કેલેન્ડર છે. જેમાં ચાની 28 પડીકીઓ હોય છે.
ADVERTISEMENT
તેમને આ અલગ અલગ દિવસે ચાનો ઉપયોગ કરવાનો છે અને તેનાથી તેમને પોતાના શરૂર અંગે માહિતી મેળવી શકાય છે. લક્ષણો અને પીડાને સમજી શકે છે. જરૂર જણાશે તો આ કેલેન્ડરનું વિતરણ કરાશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT