સ્મૃતિ ઇરાનીની સભા પહેલા મહિલાઓનો મોંઘવારી મુદ્દે હોબાળો
સુરેન્દ્રનગર : રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે છેલ્લી ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે ગુજરાત પર કબજો કરવા માટે તમામ પક્ષો દ્વારા પોતાની તમામ શક્તિ કામે લગાડવામાં…
ADVERTISEMENT
સુરેન્દ્રનગર : રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે છેલ્લી ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે ગુજરાત પર કબજો કરવા માટે તમામ પક્ષો દ્વારા પોતાની તમામ શક્તિ કામે લગાડવામાં આવી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતના ખુણે ખુણે સભાઓ ગજવી રહ્યા છે. આજે વડાપ્રધાન મોદી દક્ષિણમાં તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સૌરાષ્ટ્રની બેઠકો પર પ્રચાર કરી રહ્યા હતા.
મોંઘવારી મુદ્દે મહિલાઓ દ્વારા ઉગ્ર દેખાવો કરાયા
જો કે સુરેન્દ્રનગરના થાનગઢમાં સ્મૃતિ ઈરાની સભા પહેલાં જ સભાસ્થળે મહિલાઓએ મોંઘવારી મુદ્દે ઉગ્ર દેખાવો કરતા પોલીસ દોડતી થઇ હતી. વિરોધ કરી રહેલી મહિલાઓને હટાવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભા સીટ પર હાલ ચૂંટણી પ્રચારનો માહોલ એની ચરમસીમાએ છે. સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, દસાડા, લીંબડી અને ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભા સીટ પર તમામ પક્ષોનો જંગ જામ્યો છે.
સભામાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ હાજર હતા
સુરેન્દ્રનગરના થાનગઢમાં સ્મૃતિ ઈરાનીની સભા પહેલા મહિલાઓએ હોબાળો કર્યો હતો. આ સભામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર હતા. આ ઘટના બાદ સભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ ભાજપની શાખ બચાવવા માટે કામે લાગી હતી.
ADVERTISEMENT
સુરેન્દ્રનગરને કળવું મોટા મોટા રાજનીતિક પંડીતો માટે અશક્ય
સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા વિધાનસભા સીટ પર ભાજપના શામજી ચૌહાણ, કોંગ્રેસની વર્તમાન ધારાસભ્ય રૂત્વિક મકવાણા અને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. જેમાં તમામ પક્ષો જીતના દાવા ઠોકી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં હોઈ રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ બેઠકની સ્થિતિ ભલભલા રાજનીતિક પંડિતો પણ કળી શકતા નથી.
ADVERTISEMENT