રાજકોટથી ટેકાના ભાવે કૃષિ જણસની ખરીદીનો પ્રારંભ, લસણની ખરીદી અંગે કૃષિમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની જનતાની સુધીમાં સરકાર સતત વધારો કરી રહ્યા છે. બીજી તરફ સરકાર તમામ લોકો માટે ધડાધડ નિર્ણયો લઈ રહી છે. આ દરમિયાન આજે સરકારે રાજકોટથી ટેકાના ભાવે કૃષિ જાણસોની ખરીદી શરૂ કરી છે. ખરીદીની શરૂઆત કરતાં કૃષિ મંત્રી કૃષિમંત્રી રાઘવજી પટેલે  લસણના ભાવ નક્કી કરવા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી મગફળી, સોયાબીન, મગ, અડદની ખેડુતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે. આ વર્ષની ખરીદીનો રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે શુભારંભ કરાવ્યો હતો. પ્રારંભ કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, દેશના વડાપ્રધાનનો સંકલ્પ છે કે ખેડૂતોની આવક બમણી થાય. આ માટે તેમની ઉપજનો પોષણક્ષમ ભાવ મળે જેથી દેશના ખેડૂતો આત્મનિર્ભર બનીને દેશને આત્મનિર્ભર બનાવવામાં પોતાનું મહત્તમ યોગદાન પ્રદાન કરે. ઉપરાંત ખેડૂતોના લાભ માટે વાવણી પહેલા જ વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા ટેકાનો ભાવ નક્કી થાય છે અને તે મુજબ ખરીદી કરવામાં આવે છે.

10 નવેમ્બર સુધી થશે ખરીદી
રઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારની માંગણી મુજબ ઉત્પાદિત જણસના 25% જણસની ખરીદીની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. સરકાર દ્વારા ટેકાના ભાવે સમયસર ખરીદી કરવામાં આવી રહી છે. પ્રતિ વીઘા 18.5 મણની એવરેજના અંદાજે ખરીદી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના નિયમ મુજબ પ્રતિદિન 125 મણની ખરીદી કરવામાં આવે છે. આજદિન સુધીમાં રાજકોટ જિલ્લામાં 9255 જેટલા ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે સરકારને વેચાણ કરવા માટે નોંધણી કરાવી છે. રાજ્યભરમા ટેકાના ભાવે ખેતપેદાશોનું વેચાણ કરવા માટેની નોંધણી પ્રક્રીયા તા. 10 નવેમ્બર સુધી ચાલુ રહેશે. જેથી ખેડૂતોને નોંધણી કરાવવા માટે પૂરતો સમય અને તક મળી રહે. આ ઉપરાંત, ખેડૂતોની માંગ મુજબ આવનારા સમયમાં નોંધણીનો સમય વધારવામાં પણ આવશે, તેવો મંત્રી પટેલે વિશ્વાસ વ્યકત કર્યો હતો. લસણ ઉત્પાદક મામલે આંદોલન બાબતે રાઘવજી પટેલ અજાણ અજાણ છે. તેમણે કહ્યું કે, લસણ બાબતે અમે ભાવ પ્રશ્ને વિચારણા કરી રહ્યા છીએ. કાયમી ધોરણે લસણ ઉત્પાદક ખેડૂતોને તેના ઉત્પાદનના પોષણ ક્ષમ ભાવ માટે શું કરવું જોઈએ તે માટે કેન્દ્ર સરકારના ખેતીવાડી ખાતા સાથે પરામર્શ કરી રહ્યા છે.

ADVERTISEMENT

160 કેન્દ્ર પરથી મગફળીની ખરીદી કરવામાં આવશે
ઇફ્કો અને ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે બહુઆયામી વિકાસ થયો છે. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ખેતિવાડી ક્ષેત્રે અનેક વિકાસલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતના વિકાસમાં કૃષિ યુનિવર્સિટીઓના માધ્યમ થકી નવી પેઢીને તૈયાર કરીને કૃષિ ક્ષેત્રે વિકાસને નવા આયામ પર લઈ જવાની તૈયારી ગુજરાત કરી રહ્યું છે. રાજ્ય સરકારની માંગણીને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે આપેલી મંજુરીથી મગફળીના 9,79,000 મે. ટન, મગના 9,588 મે. ટન, અડદના 23,872 મે. ટન અને સોયાબીનના 81,820 મે. ટન જથ્થાની ટેકાના ભાવે સમગ્ર ગુજરાતમાંથી ખરીદી કરવામાં આવનાર છે. સમગ્ર ગુજરાતમાં કુલ 160 કેન્દ્ર પરથી મગફળીની ખરીદી કરવામાં આવશે. રાજ્યભરમાં આજદિન સુધીમાં 65,338 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે પોતાની જણસનું વેચાણ કરવા માટે નોંધણી કરાવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT