કૃષિમંત્રી દેશી દારૂને ચરણામૃત સમજીને પી ગયા, ભૂલ સમજાતા જુઓ પછી શું કર્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરીમાં કરવામાં આવી હતી. જેમાં પૂજા દરમિયાન મંત્રીજીએ ધરતી માતાને ચડાવવાનો દેશી દારૂ ચરણામૃત સમજીને મોઢે અડાડી દીધો હતો. જોકે આજુબાજુમાં રહેલા લોકોએ તેમને ટોક્યા પરંતુ ત્યાં સુધીમાં તેમના મોઢા સુધીમાં દેશી દારૂ પહોંચી ગયો હતો.

કૃષિ મંત્રી દેશી દારૂ પી ગયા

હકીકતમાં ડેડીયાપાડામાં આદિવાસી દિવસની ઉજવણીમાં પૂજા રાખવામાં આવી હતી. પૂજા બાદ ધરતી માતાને દેશી દારૂથી અભિષેક કરવાની પરંપરા વર્ષોથી ચાલતી હોય છે. કાર્યક્રમમાં પણ આ પરંપરાને અનુસરીને ઉપસ્થિત મહાનુભાવોને એક લીલી બોટલમાંથી દેશી દારૂ પાંડદામાં આપવામાં આવ્યો હતો. જોકે પાંદડામાં દેશી દારૂ આપતા જ કૃષિ મંત્રીએ તેને મોઢે લગાડી દીધો હતો. જોકે બાદમાં પોતાની ભૂલ સમજાતા આ દેશી દારૂ ધરતી માતાને અર્પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.

બાદમાં મીડિયા સામે ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું

આ અંગે રાઘવજી પટેલે બાદમાં મીડિયાને જણાવ્યું હતું કે, મને આ પરંપરાઓ વિશે જાજુ જ્ઞાન નથી. એની જે વિધિ હોય, રિતરીવાજો હોય તેનાથી હું અજાણ છું. પહેલી વખત હું અહીં આવ્યો છું. અમારા ત્યાં ચરણામૃત હાથમાં આપતા હોય છે, એટલે મેં ચરણામૃત ચાખ્યું, પરંતુ હકીકતમાં તે ધરતીમાતાને અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT