ફરી સિંગતેલના ભાવમાં થયો ભડકો, ડબ્બાનો ભાવ 2900 ને પાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે. આ દરમિયાન એક બાદ જીવન જરુંરી વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સિંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. આજે પણ સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. મોંઘવારીમાં સામાન્ય પરિવારનું બજેટ ખોરવાયું છે. આ સાથે સીંગતેલના ડબ્બાનો ભાવ 2900ને પાર થયો છે.

નવા વર્ષની શરૂઆતથી જ સિંગતેલના ભાવ માં સતત વધારો થઈ રહ્યો છે. જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. આવામાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલના ડબ્બામાં રૂપિયા 50નો વધારો ઝીંકાયો છે. સતત ત્રીજા દિવસે આ ભાવ વધારો થયો છે. ત્રણ દિવસમાં સિંગતેલનો ડબ્બો 150 રૂપિયા મોંઘો થયો છે. સિંગતેલના ભાવમાં 14 અને 15 ફ્રેબ્રુઆરીએ પણ 50-50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. મગફળીનું ઉત્પાદન વર્ષે 43 લાખ ટન થવા છતાં સિંગતેલ મોંઘું બન્યું છે. જોકે, સિંગતેલ સિવાય અન્ય તેલોનાં ભાવમાં કોઈ અસર નથી. ત્યારે હવે સિંગતેલના ડબ્બાનો ભાવ 2900 થયો છે.

આ છે ભાવ વધવાનું કારણ ?
ખાધ્ય તેલના વિક્રેતાનું કહેવું છે કે, ગત વર્ષની સરખામણીએ સૌરાષ્ટ્રમાં ત્રણથી ચાર લાખ ટન મગફળીનું ઉત્પાદન ઓછું થયું છે. બીજી તરફ ચાલુ વર્ષે મીડીયમ ક્વોલિટીની મગફળીના પણ સારા એવા ભાવ મળી રહ્યા છે. તો સાથે જ જીવીશ મગફળીનું ઉત્પાદન પણ ઘટ્યું છે. ઉત્પાદનની સરખામણીએ છેલ્લા ચાર વર્ષથી સિંગતેલ ની માંગમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. તેમજ છેલ્લા બે દિવસમાં સીંગતેલનું એક્સપોર્ટ પણ વધ્યું છે. એક્સપોર્ટ વધતા સ્થાનિક બજારોમાં પણ ભાવ ઉચકાયેલા જોવા મળ્યા છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: કેન્સરની સારવાર માટે કચ્છમાં ઊગ્યું આશાનું કિરણ, વૈજ્ઞાનિકોએ પૃથ્વી પરના દુર્લભ કુદરતી તત્વને શોધી કાઢ્યું
ફરસાણ મોંઘું થઈ શકે છે
મગફળીની ખરીદી હજુ ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત ભાવવધારો થયો છે. ચાલુ વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થવા છતાં ભાવ વધી રહ્યા છે. જો ભાવ વધારો ચાલુ રહેશે તો ફરસાણ સહિતની આઈટમો ફરીથી મોંઘી થશે.

(વિથ ઈનપુટ: નીલેશ શિશાંગિયા, રાજકોટ)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT