ફરી થાર, ડમ્પર અને જેગુઆર ઇસ્કોન બ્રિજ પર, અકસ્માતનું કરાયું રિકન્ટ્રક્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ પર ગુરુવારે મોડી રાત્રે થયેલા અકસ્માતના બનાવમાં 10 લોકોના મોત થઈ ગયા. કર્ણાવતી ક્લબથી રાજપથ ક્લબ તરફ જતા ઈસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. જેને જોવા લોકો ઉમટ્યા હતા, દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી જગુઆર કારે લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનાને લઈને હવે તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે આ ઘટના વચ્ચે  સમગ્ર મામલે રચાયેલી તપાસ ટીમે શુક્રવારે મોડી રાત્રે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર અકસ્માતની ઘટનાનું LIVE રિકન્ટ્રક્શન કર્યું હતું.

FSL ટીમ અને પોલીસ અધિકારીઓએ સમગ્ર ઘટના કેવી રીતે બની તેની ટેકિનકલ પાસા સહિતની માહિતીની તપાસ કરી હતી. શુક્રવારે મોડી રાત્રે FSL ટીમ અને પોલીસ અધિકારીઓ ઇસ્કોન બ્રિજ પર જ્યાં અકસ્માત બન્યો હતો. ત્યાં પહોંચી હતી અને સમગ્ર ઘટનાનું LIVE રિકન્ટ્રક્શન કર્યું હતું. રિકન્ટ્રક્શનમાં સૌ પ્રથમ થાર અને ડમ્પર લવાયું હતું અને બંને વચ્ચે અકસ્માત થયો હોય તેવું દ્રષ્ય ઉભુ કરાયું હતું. ત્યારબાદ જેગુઆર કારને એટલી જ સ્પીડમાં લાવવામાં આવી હતી અને અકસ્માત કઇ રીતે બન્યો તેના એક એક પાસાને બારીકાઇથી સમજવામાં આવ્યા હતા.

ફરી થાર ડમ્પર અને જેગુઆર ઇસ્કોન બ્રિજ પર
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં તપાસ માટે રચાયેલી તપાસ ટીમના સભ્યો અને એફએસએલ અધિકારીઓએ સમગ્ર બનાવનું રિકન્ટ્રક્શન કરી અકસ્માત કેવી રીતે સર્જાયો હશે તેના ટેક્નિકલ પાસા સહિતના વિવિધ પાસાની તપાસ કરી હતી. મોડી રાત સુધી ઘટનાને સમજવામાં આવી હતી. રિકન્સ્ટ્રક્શનમાં પહેલા ડમ્પર અને થાર કારને લાવવામાં આવી હતી. ઇસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પરને એ જ પોઝિશનમાં ગોઠવવામાં આવી હતી. જે બાદ જેગુઆર કારને લાવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. થાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ ઘટના સ્થળે ટોળું હાજર હતું, ત્યારે ગઈકાલે રાત્રે રિકન્સ્ટ્રક્શન કરતી વખતે ટોળાને હાજર રખાયું હતું.

ADVERTISEMENT

બ્લડ આલ્કોહોલ રિપોર્ટમાં જાણો શું આવ્યું
બહુ ચર્ચિત જેગુઆર કાંડમાં મોટો ખુલાસો થયો છે. આ અંગે પશ્ચિમ ટ્રાફિક DCP નિતા દેસાઇએ જણાવ્યું કે, કેટલીક બાબતોમાં હજુ તપાસ અધુરી છે. આરોપીના બ્લડ રિપોર્ટમાં તેમજ મિત્રોના રિપોર્ટમાં ક્યાંય આલ્કોહોલનું સેવન કર્યાનું સામે આવ્યુ નથી તેમજ કારમાં મસ્તી કરતા હતા કે શું હતુ તે બાબતની તપાસ બાકી છે. અકસ્માતના દિવસે કોની કોની સાથે નીકળ્યો હતો તેમજ કઈ કઈ જગ્યાએ ગયા હતા, શું પ્રવૃત્તિ કરી હતી, આ તપાસ બાકી છે. અમુક સવાલોના જવાબ આપવામાં તથ્ય અચકાઈ રહ્યો છે. જેમાં કારની સ્પીડ અંગે પણ તથ્ય ચોક્કસ જવાબ આપી શક્યો નથી.

તથ્ય ત્રણ દિવસના રિમાન્ડ પર
ઉલ્લેખનીય છે કે, પોલીસે જેગુઆર કાંડના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ પાસેથી પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, આરોપી પોલીસને સહકારી આપી રહ્યા નથી. કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલ્યો છે. તથ્ય પટેલ અંગે કોર્ટ 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે. તથ્ય પટેલને લઈને કરવામાં આવેલી વકીલની સક્ષમ દલીલો અને પોલીસની કાર્યવાહીને જોતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT