બે દિવસ બાદ ભક્તો માટે ખૂલ્યા દ્વારકા મંદિરના દરવાજા, ભક્તોની ભીડ ઉમટી

ADVERTISEMENT

gujarattak
social share
google news

દ્વારકા: બિપોરજોય વાવાઝોડાને લઈ તમામ દરિયામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા . જેની વચ્ચે દ્વારકા મંદિર એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મંદિરે આવતા ભક્તોના જાનમાલને નુકશાન નહીં થાય તેને ધ્યાને રાખી આ નિર્ણયા લેવામાં આવ્યો હતો. ત્યારે હવે બે દિવસ બાદ દ્વારકા મંદિરના કપાટ ભક્તો માટે ખુલ્લા મુકાયા છે.

રાજ્યમાં આવેલ વાવાઝોડાને લઈરાજ્યના અનેક મંદિરો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે વાવાઝોડાને લઈ દ્વારકા મંદિર પણ બંધ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બે દિવસ ભક્તો માટે દ્વારકા મંદિર બંધ રહ્યા બાદ આજે ભક્તો માટે મંદિર ખોલવામાં આવ્યું છે. ત્યારે 4 દિવસ બાદ જગત મંદિરના શિખર પર ધ્વજાજીનું આરોહણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે.

બીપોરજોય વાવાઝોડું ગઈકાલે ગુજરાત માંથી પસાર થઈ રાજસ્થાન તરફ ગયું પરંતુ તેની ઇફેક્ટને કારણે ચાર દિવસથી ધ્વજા આરોહણ કરવામાં  આવી ન હતી. તેમજ મુખ્ય મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યાં હતા.  તે આજે સાંજે 5 વાગ્યા થી ખોલવામાં આવતાં ભક્તો માં હર્ષની લાગણી ફેલાઈ છે. બીજી તરફ મંદિર પર ધજા ચડાવવાની જગ્યાએ મંદિરમાં પ્રસાદ સ્વરૂપે ધરવામાં આવી હતી ત્યારે આજે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

દ્વારકામાં મંદિરના શિખર પરની ધ્વજા ખંડિત થઈ હતી
વાવાઝોડાના કારણે મંદિરમાં એક સાથે બે ધ્વજા ચડાવવામાં આવી નથી. ત્યારે ભારે પવનના કારણે મંદિરના શિખર પર ચઢાવવામાં આવેલી 52 ગજની ધજા ખંડિત થઈ ગઈ છે. મંગળવારે ધજા ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી અને બાદમાં તેને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવી હતી.

ADVERTISEMENT

મંદિરમાં કરવામાં આવ્યો હતો શ્રી વિષ્ણુ યજ્ઞ
ગુજરાતના સાગર કાંઠેથી પસાર થઈ રહેલી કુદરતી આપદા બિપોરજોય વાવાઝોડું કોઈ જાનહાનિ વગર શાંતિથી સમી જાય અને સમગ્ર પૃથ્વી લોકના રક્ષણ માટે દ્વારકા જગત મંદિરના મુખ્ય પૂજારી પરિવારના પ્રણવભાઈ તથા હાર્દિકભાઈ દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ સન્મુખ શ્રી વિષ્ણુ યજ્ઞ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: રજનીકાંત જોશી, દ્વારકા )

    follow whatsapp

    ADVERTISEMENT