હીરા બાના નિધન બાદ મંત્રીઓ કામે લાગ્યા, તમામ કેબિનેટ મંત્રીઓ કામે લાગ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ/પાટણ : હીરાબાના નિધન બાદ પીએમ નરેન્દ્ર મોદી સહિત ગુજરાતના મંત્રીઓ પણ કામે લાગ્યા હતા. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ધારપુર હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

નરેન્દ્ર મોદી પોતે પણ નિધન બાદ જરૂરી કાર્યક્રમ પુર્ણ કર્યા હતા
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું હતું. હીરાબા પંચતત્વમાં વિલીન થયા બાદ નરેન્દ્ર મોદી પણ પોતાની કામગીરી શરૂ કરી હતી. જયારે રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત કેશ ક્રેડીટ કેમ્પમાં હાજરી આપ્યા બાદ તેઓ જી.એમ.ઈ.આર.એસ. ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યા તેઓએ કોરોનાની સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્રની શુ તૈયારીઓ છે તેની સમીક્ષા કરી હતી.

કોરોનાની સ્થિતિને જોતા બળવંતસિંહ રાજપુતની મુલાકાત
હાલમાં અનેક દેશોમાં કોવિડ-૧૯ ના કેસોમાં અચાનક આવેલા વધારા બાદ ભારત સરકારે સાવચેતીના ભાગરૂપે કડક કોવિડ માર્ગદર્શિકાને અનુસરવા માટે દરેક રાજ્યોને સલાહ આપી છે. સરકાર ઓક્સિજન સપ્લાય, તેમજ તેની ઉપલબ્ધતાની ચકાસણી કરવા માટે પણ જણાવ્યું છે. સરકારની સુચના બાદ રાજ્યના દરેક જિલ્લામાં હાલમાં કોવિડ-19 સામે તકેદારીના ભાગરૂપે પુરતી તૈયારીઓ કરવામાં આવી છે.

ADVERTISEMENT

તમામ ગાઇડલાઇનનું પાલન થાય તે ખુબ જ જરૂરી
આજરોજ પાટણની ધારપુર હોસ્પિટલની મુલાકાત દરમિયાન મંત્રી બળવંતસિંહ રાજપૂતે જિલ્લાવાસીઓને કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી હતી. બલવંતસિંહ રાજપૂતે હોસ્પિટલના સ્ટાફની સાથે વાતચીત કરીને હાલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતી સામે લડવા માટે હોસ્પિટલમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે. બેડથી લઈને ઓક્સિજન માટેની શું વ્યવસ્થા છે અને ભવિષ્યમાં કયા પ્રકારની તૈયારીઓ કરવા માટે હોસ્પિટલ તંત્ર સજ્જ છે તેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. ભવિષ્યમાં હોસ્પિટલને જરૂર પ્રમાણે વ્યવસ્થા પૂરી પાડવાની ખાતરી પણ આપી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT