PALITANA માં મંદિર પર હુમલા બાદ તત્કાલ હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાલીતાણા : જૈન મંદિર હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ આ મુદ્દે ગૃહ વિભાગ સુધી મામલો પહોંચ્યો છે. જૈન સમુદાયના રોષને જોતા ગૃહમંત્રીએ તત્કાલ ઉ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં મીટિંગનું આયોજન કર્યું હતું. પાલીતાણા શેત્રુંજય મહાતીર્થમાં બનેલા હુમલાની ઘટના પગલે ગૃહ વિભાગ સફાળુ હરકતમાં આવ્યું અને ઉચ્ચ લેવલની બેઠક બોલાવાઇ હતી. કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ અને બાંહેધરી અપાઇ હતી.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મામલો ઉગ્ર થતો જોઇને તત્કાલ બેઠક બોલાવી
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હુમલા અંગે ચર્ચા કરીને સમગ્ર વિગત જાણી હતી. હાલ આ મુદ્દે શું પગલા લેવાયા છે કે તપાસ ક્યાં પહોંચી છે તેની માહિતી પણ મેળવવામાં આવી હતી. આ બેઠકમાં IG,SP અને સ્થાનિક પોલીસના પીઆઇ સહિતના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. જેના પગલે પોલીસને કડકમાં કડક પગલા લેવા માટે આદેશ અપાયા હતા.

ADVERTISEMENT

રોહીશાળા તીર્થમાં પ્રભુ આદિત્યનાથના પગલા તોડવામાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, શેત્રુંજય તિર્થમાં આવેલી રોહીશાળા તીર્થમાં પ્રભુ આદિનાથના પગલાઓને કોઇ અસામાજિક તત્વો દ્વારા ખંડીત કરી દેવામાં આવ્યા હતા. જેના પગલે જૈન સમુદાયમાં ભારો રોષની લાગણી હતી. આ અંગે આજે અમદાવાદના પાલડી ખાતે સમુદાય દ્વારા એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT