PM આવ્યાને ગુજરાત સરકારે એવો મોટો ભાંગરો વાટ્યો કે, કેન્દ્રમાંથી ફોન પર ફોન આવ્યા
અમદાવાદ : રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના ત્રણ રેલવે સ્ટેશનોના સંભવિત કાયાકલ્પ અંગેનો પોતાનો અહેવાલ રજુ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં કેન્દ્ર સરકાર…
ADVERTISEMENT
અમદાવાદ : રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે દેશના ત્રણ રેલવે સ્ટેશનોના સંભવિત કાયાકલ્પ અંગેનો પોતાનો અહેવાલ રજુ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં કેન્દ્ર સરકાર હવે નવી દિલ્હી રેલવે સ્ટેશન, અમદાવાદ અને મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને ફરી ડેવલપ કરશે. તેના માટે કેન્દ્ર સરકાર 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તેના થોડા જ કલાકો પહેલા ગુજરાતની મુખ્યમંત્રી ઓફીસ તરફથી અધિકારીક ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં અમદાવાદ રેલવે સ્ટેશનની સંભવિત ડિઝાઇન દેખાડવામા આવી હતી.
ભારતનો વિવાદિત નક્શો હોય તેવો વીડિયો વાયરલ
આ વીડિયોમાં ભારતનો એક મેપ હતો. લોકોએ દાવો કર્યો કે, વીડિયોમા ભારતના જે નક્શાનો ઉપયોગ કરવામાં આવ્યો તેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઇ ચીનને ભારતનો હિસ્સો દેખાડવામાં આવ્યો નહોતો. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશને પણ એક વિવાદિત ક્ષેત્ર દર્શાવ્યું હતું. જે મુદ્દે નાગરિકોને સવાલો ઉઠાવ્યા હતા. લોકોએ પુછ્યું કે, શું ગુજરાત સરકાર પીઓકેને પાકિસ્તાનનો હિસ્સો માને છે? જો કે ગુજરાત સરકાર વિવાદ વકરે તે પહેલા ટ્વીટ ડીલીટ કરી દીધું હતું.
હાલ તો નાગરિકોને CMO ની ઝાટકણી કાઢી રહ્યા છે
જો કે ટ્વીટ ડિલિટ થાય તે પહેલા જ ટ્વીટનો સ્ક્રીન શોટ ખુબ જ વાયરલ થઇ ચુક્યો હતો. લોકોએ સવાલ ઉઠાવ્યો કે, પીઓકે અને અક્સાઇચીન ભારતનો હિસ્સો નથી? ગુજરાત સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ. અરૂણાચલ પ્રદેશનાં એક વિસ્તારને શું ગુજરાત સરકાર વિવાદિત ક્ષેત્ર માને છે. જો કે સીએમઓ દ્વારા તત્કાલ આ ટ્વીટ ડિલીટ કરીને બીજો વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
CMO ને ભુલનો અહેસાસ થતા તત્કાલ ટ્વીટ ડિલિટ કર્યું
જો કે લોકોએ ટ્રોલિંગ શરૂ રાખ્યું હતું અને જુનુ ટ્વીટ કેમ ડિલિટ કર્યું તે અંગે સવાલો કર્યા હતા. આ ઉપરાંત લોકોએ સરકાર પાસે માફી માંગવાની પણ માંગ કરી હતી. અત્રે નોંધનીય છે કે, આવા જ વિડિયો હોય તેવા કેટલાક વિડિયો સરકાર દ્વારા ડિલિટ કરાવાયા હતા. જેમાં ધ્રુવ રાઠી સહિત અનેક વીડિયો હતા. આ વીડિયો ડિલિટ કરાવવા માટેનું કારણ સરકાર દ્વારા જેમાં દાવો કરાયો હતો કે તેમાં કાશ્મીરના કેટલાક હિસ્સાને પાકિસ્તાનનું દર્શાવાયું હતું જેથી આ વીડિયો ડિલિટ કરવામાં આવે તે જરૂરી છે. યુ ટ્યુબ દ્વારા સવાકરોડ કરતા પણ વધારે વ્યુ ધરાવતા આવા વિડિયો ડિલિટ કરવામાં આવ્યા હતા. જેમાં ધ્રુવ રાઠી જેવા અનેક ખ્યાતનામ યુ ટ્યુબરના વીડિયો હતા. તેવામાં આવી જ ભુલ ગુજરાતની જ ભાજપ સરકારે કરતા હવે શું કાર્યવાહી થશે તેવા સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT