આ વીડિયો જોઇ ઊડી જશે દારૂબંધી પરથી વિશ્વાસ! ઉઠયા અનેક સવાલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લી: રાજ્યમાં દારૂબંધીની પોલ અનેક વખત છતી થઈ ચૂકી છે. રાજ્યમાં દારૂબંધી જાણે ફક્ત કાગળ પર હોય તેવા અનેક દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. ત્યારે દારૂબંધીના લીરે લીરા ઉદવતો વધુ એક વિડીયો સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા માં દેશી વિદેશી દારૂનો બેરોકટોક વેપલો થતો હોવાનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી પર અનેક સાવલો ઉઠયા છે.

રાજ્યમાં દારૂબંધી ફક્ત નામની જ હોય તેમ અનેક વખત સામે આવ્યું છે. ત્યારે વાયરલ થયેલા વીડિયોમાં પ્રોવિઝનની દુકાનમાં એક યુવક અંગ્રેજી દારૂની બોટલમાંથી નાની બોટલમાં અંગ્રેજી દારૂ ભરી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અંગ્રેજી દારૂની નાની બોટલમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં દારૂ ભરી ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો વીડિયો સામે આવ્યો છે. દુકાનમાં અંધારું રાખી મોબાઈલ લાઈટ અને મીણબત્તીના અજવાળે દારૂનું વેચાણ કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો માલપુર -ગોધરા હાઇવે પરના વિસ્તાર નો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

પોલીસ તંત્ર પર ઉઠયા સવાલો
વીડિયો માં દેખાતો વ્યક્તિ રોજબરોજ રાત્રીના અંધકાર વચ્ચે બેફામ પણે અને કાયદા નો ડર રાખ્યા વિનંતી દારૂ વેચતો હોવાની પણ લોકચર્ચાએ જોર પકડયું છે. ત્યારે લોકો સુધી પહોંચેલ આ વિડીયો શું પોલીસ સુધી નથી પહોંચ્યો? પોલીસ આ વીડિયો પર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. જોકે ગુજરાત તક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

ADVERTISEMENT

જુઓ વીડિયો 

(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી )

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT