PM ની મુલાકાત બાદ ગુજરાત BJP સફાળું જાગ્યું, 48 કલાકમાં સેન્સની પ્રક્રિયા પુર્ણ

ADVERTISEMENT

PM Modi in Dwarka visit
વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ સફાળુ જાગ્યું ભાજપ
social share
google news

ગાંધીનગર : વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત ગુજરાત માટે તો ખુબ જ ફળદાયી રહી. અનેક પ્રકલ્પોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. જો કે પીએમ મોદીની મુલાકાત બાદ ગુજરાત ભાજપમાં પણ અચાનક હલચલ જોવા મળી રહી છે. અત્યાર સુધી ગાઢ નિંદ્રા માણી રહેલું ભાજપ અચાનક સફાળુ જાગીને બેઠું થયું હોય તેવું લાગી રહ્યું છે. 

પીએમ મોદીની મુલાકાત પુર્ણ

ગુજરાત ભાજપ દ્વારા પીએમ મોદીની મુલાકાત પુર્ણ થયા બાદ રાતોરાત સેન્સની પ્રક્રિયાની જાહેરાત કરી દીધી હતી. વહેલી સવારે તો સેન્સ લેવા માટે પદાધિકારીઓ વિવિધ સંબંધિત સ્થળો પર પણ પહોંચી ગયા હતા. બપોરે 3 વાગ્યે પ્રક્રિયા શરૂ થઇ ગઇ હોવાની જાહેરાત પણ કરી દીધી હતી. જેના કારણે કેટલાક નેતાઓ પણ સફાળા એક્ટિવ થઇ ગયા હતા. 

સેન્સ પ્રક્રિયા 24 કલાકમાં પુર્ણ કરી દેવાની તૈયારી

સમગ્ર મામલે અધિકારીક નિવેદન પણ બહાર આવ્યા હતા. સેન્સની પ્રક્રિયા એક જ દિવસમાં પુર્ણ કરવાનો પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે. આશરે એક અઠવાડીયામાં મુરતિયાઓના નામ પણ જાહેર થાય તેવી શક્યતા છે. જો કે આ વખતે ગુજરાત ભાજપ ઉંઘતુ ઝડપાયું હોય તેવું લાગી રહ્યું છે. પીએમ મોદીના ગયા બાદ મોડી રાત્રે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ નેતાઓને મોકલી દેવાયા છે. સમગ્ર મામલે હાલ તો ભાજપ એક્ટિવ થઇ ચુક્યું છે.  

ADVERTISEMENT

પીએમ મોદીએ નિષ્ક્રિયતા બાબતે ટકોર કરી

સમગ્ર મામલે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પીએમ મોદીએ પણ પદાધિકારીઓને તતડાવ્યા છે. લોકસભાની ચૂંટણી નજીક હોવા છતા પણ નેતાઓની નિષ્ક્રિયતા મામલે તેમણે ટકોર કરી હતી. સીટો મળી જાય તેવી હવામાં ન રહીને લોકો વચ્ચે જઇને સરકાર દ્વારા યોજનાઓની જાગૃતિ લાવવા માટે પણ ટકોર કરવામાં આવી છે. સક્રિય રીતે તમામ કાર્યકરો અને પદાધિકારીઓને એક્ટિવ કરવા આદેશ આપ્યો છે. 

રાતોરાત તૈયારીઓ શરૂ કરી દેવાઇ

પીએમ મોદીની ટકોર બાદ સફાળા જાગેલા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા માટે મોડી રાત્રે વીડિયો કોન્ફરન્સ દ્વારા દરેક પદાધિકારીઓને જોડવામાં આવ્યા હતા. અચાનક ગુપ્ત રીતે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક સીટ પર ત્રણ ત્રણ નિરિક્ષકો પહોંચી ગયા હતા. બપોરથી જ સેન્સ પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. સતત બે દિવસ પ્રક્રિયા ચાલ્યા બાદ 28 તારીખે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને રાજ્ય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. તારીખ 29 તારીખે દિલ્હીમા સેન્ટ્રલ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ ગુજરાતની સીટો પર ઉમેદવારોની જાહેરાત થઇ શકે છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT