PMO, CMO, DySP બાદ હવે ગાંધીનગરથી નકલી GST ઓફિસર ઝડપાયો, તલોદના વેપારીને ધમકી આપી કર્યો હતો તોડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gandhinagar News: ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. નકલી PMO, નકલી CMO, નકલી DYSP બાદ હવે ગાંધીનગરથી નકલી GST ઓફિસર ઝડપાયો છે. નકલી GST ઓફિસર બનીને વેપારીઓનો તોડ કરનારા આરોપીને LCBની ટીમે ઝડપી પાડ્યો છે. આ ઠગે અત્યાર સુધીમાં કેટલા લોકોને ચૂનો લગાવ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

તલોદના વેપારીને લગાવ્યો હતો ચૂનો

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના તલોદના એક વેપારીના ત્યાં જીએસટીની રેડ પડી હતી અને જીએસટી હિસાબમાં ગોટાળાના બહાને વેપારીનો તોડ થઈ હતો. બાદમાં વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તેમણે તલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ફરિયાદ નોંધાતા ઉતરી ગયો હતો ભૂગર્ભમાં

પોલીસની તપાસમાં ગાંધીનગરના નાના ચિલોડા ખાતે આવેલી અનીકેત સોસાયટીમાં રહેતો અને જમીન દલાલીનો બિઝનેસ કરતો કમેલશ ઉર્ફે કે.પી પંચાલે મિત્રો સાથે મળીને વેપારીને GST ઓફિસરની ઓળખ આપીને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું. ગુનો દાખલ થતાં જ નકલી જીએસટી ઓફિસરની ઓળખાણ આપનાર કમલેશ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

ADVERTISEMENT

LCBને આપી હતી સૂચના

જે બાદ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ આરોપીને ઝડપી પાડવા માટે એલસીબીને સૂચનાઓ આપી હતી. જે બાદ એલસીબીની ટીમે તેને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. આ દરમિયાન એલસીબીની ટીમે યોગ્ય બાતમીના આધારે ગાંધીનગરના એપોલો સર્કલ નજીકથી કમલેશને ઝડપી પાડ્યો હતો.

(વિથ ઈનપુટઃ દુર્ગેશ મહેતા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT