PM મોદીનો ભવ્ય રોડ શો બાદ પીએમ મોદીએ કોંગ્રેસની ઝાટકણી કાઢી
સુરત : શહેરમાં પીએમ મોદી દ્વારા આજે ભવ્ય રોડ શોનું આયોજન થયું હતું. જેમાં લાખો લોકો ઉમટી પડ્યાં હતા. આ રોડ શો એરપોર્ટથી વરાછા સુધી…
ADVERTISEMENT
સુરત : શહેરમાં પીએમ મોદી દ્વારા આજે ભવ્ય રોડ શોનું આયોજન થયું હતું. જેમાં લાખો લોકો ઉમટી પડ્યાં હતા. આ રોડ શો એરપોર્ટથી વરાછા સુધી આયોજિત કરવામાં આવ્યો હતો. મોટા પ્રમાણમાં આ રોડ શોમાં જનમેદની ઉમટી પડી હતી. આખુ શહેર જાણે કેમોદી મોદીના નારાથી ગુંઝી રહ્યું હતું.
આ ભવ્ય રોડ શો બાદ પીએમ મોદીએ વિશાળ જનમેદનીને સંબોધી હતી. અહીં તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અહીં રોડ શો કર્યા બાદ તેમણે સુરતના લોકોને સબોધિત કર્યા હતા. જેમાં તેમણે પોતાના ભાષણના લગભગ મોટા ભાગના મુદ્દાઓ રિપિટ કર્યા હતા.
જો કે તેઓ મોડા પહોંચ્યા હોવાના કારણે સૌથી પહેલા માફી માંગીને તેમણે ભાષણની શરૂઆત કરી હતી. લોકોની માફી માંગતા તેમણે જણાવ્યું કે, મને માફ કરશો પરંતુ 3-4 કલાક હું મોડો આવ્યો અને તમે આટલી રાહ જોઇ. રોડ શો તો અનેક કર્યા છે પરંતુ અહીં તો રોડ શો હતો જ નહી. અચાનક થયેલા રોડ શોમાં જે પ્રકારે 25 કિલોમીટર લાંબો જનસાગર ઉમટી પડ્યો તે અભુતપુર્વ છે. આ આશિર્વાદ આ પ્રેમ હું રસ્તામાં વિચારતો હતો કે, સુરતના આ પ્રેમને સુરતીઓના આ આશિર્વાદને આ જોમ જુસ્સાને હું ચુકતે કઇ રીતે કરીશ. સુરતના મારા ભાઇ બહેનો લખી રાખો જ્યાં હોય ત્યાં તમે કહેશો તેના કરતા સવાયું કરીશ. જે લોકો રાજનીતિક સમીક્ષા કરતા હોય છે, તેઓ આ રોડ શો જોઇને કહેવું પડશે કે, આ વખતે ગુજરાતે તમામ રેકોર્ડ તોડવાનું નક્કી કર્યું છે. ભાજપના મતના રેકોર્ડ તુટશે, મતદાનના રેકોર્ડ તુટશે અને ભાજપની સીટોના રેકોર્ડ પણ તુટશે. ભારતીય જનતા પાર્ટીને મળનારી બેઠકોમાં પણ વિક્રમ તોડશે. મને જ્યારે સુરત અને ગુજરાતના લોકો એમ કહે કે સાહેબ તમારે આ વખતે ચૂંટણીમાં આવવાની જરૂર જ નથી. અમે બધુ સંભાળી લઇશું. પરંતુ દ્રશ્ય જોઇને મને લાગી રહ્યું છે કે, તેમણે સાચી રીતે સંભાળી લીધું છે. હું તો કદાચ આ પવિત્ર કાર્યમાં આચમન પુણ્ય લેવા માટે આવ્યો છું. સમગ્ર વાતાવરણ એક જ સ્વરથી ગુંઝી રહ્યું છે એક જ નાદ ફીર એકવાર મોદી સરકાર.
ADVERTISEMENT
ADVERTISEMENT