PM મોદીના બુસ્ટર ડોઝ બાદ ગુજરાત સરકાર થઇ સક્રિય, આંદોલનકારીઓ સાથે બેઠકોનો દોર
ગાંધીનગર : વડાપ્રધાન મોદીએ કાલે કમલમ ખાતે નેતાઓ સાથે બેઠક પુર્ણ કર્યા બાદ નેતાઓમાં જાણે જે અચાનક તરવરાટ આવી ગયો છે. શેઠની શિખામણ ઝાંપા સુધી…
ADVERTISEMENT
ગાંધીનગર : વડાપ્રધાન મોદીએ કાલે કમલમ ખાતે નેતાઓ સાથે બેઠક પુર્ણ કર્યા બાદ નેતાઓમાં જાણે જે અચાનક તરવરાટ આવી ગયો છે. શેઠની શિખામણ ઝાંપા સુધી એવું માનતા નેતાઓને કાલે કમલમ ખાતે બુસ્ટર ડોઝ અપાયા બાદ હવે સફાળા જાગી ગયા છે. કર્મચારી મહામંડળની લાંબા સમયથી પડતર માંગણીઓ મુદ્દે આજે અચાનક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હર્ષ સંઘવી, બ્રિજેશ મેરજા, જીતુ વાઘાણી ઋષિકેશ પટેલ, કનુ દેસાઇનો આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નેતાઓ કર્મચારીઓની પડતર માંગણીઓનો શક્ય તેટલો ઝડપી હવે ઉકેલ લાવશે.
રાજ્ય સરકારના કર્મચારીઓ અનેક મુદ્દે લાંબા સમયથી ચલાવી રહ્યા છે આંદોલન
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શન, સળંગ નોકરી, ઉચ્ચતર પગાર સહિતની 15 માંગણીઓ લાંબા સમયથી પડતર છે. આ અંગે નિર્ણય નહી આવતા મહામંડળ દ્વારા સપ્ટેમ્બરમાં તબક્કાવાર વિરોધી કાર્યક્રમોનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતનું નિરાકરણ લાવવા માટે સરકાર કટિબદ્ધ થયા છે.
ચૂંટણી આવતા જ હવે અસંતોષ ખાળવા માટે સરકાર-સંગઠન સક્રિય
અનેક વર્ષોથી પડતર રહેલી માંગણીઓને સંતોષવા માટે લડી રહ્યા હતા જો કે ચૂંટણી નજીક આવતાની સાથે જ સરકાર હવે અસંતોષ ખાળવા માટે સક્રિય બની છે. આમ આદમી પાર્ટીના સતત વધતા પ્રભાવને જોતા હાઇકમાન્ડે કેન્દ્રીય સ્તરના નેતાઓને મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પદાધિકારીઓને બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. આ બેઠકના અંતે કર્મચારીઓને સતાવી રહેલા તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે. હાલ બેઠક ચાલી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT