પત્નીને મોતને ઘાટ ઉતારી પતિએ મૃતદેહને ઘરની સામે જ દાટી દીધો, આ રીતે ફૂટ્યો ભાંડો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર: રાજ્યમાં હત્યાના બનાવોમાં સતત વધારા થઈ રહ્યા છે. બીજી તરફ ઘરેલુ હિંસાના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરના ધ્રોલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ધ્રોલમાં પતિએ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી અને ઘર સામે જ ખાડો ખોદી દાટી દીધી. મહિલાના પરિવારે દીકરી સાથે વાત ન થતાં ભાંડો ફૂટ્યો હતો.

જામનગરના ધ્રોલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીની હત્યા નિપજાવ્યાની આશંકા બાદ હત્યા બાદ દફનાવવામાં આવેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. પત્નીના દફનાવેલ મૃતદેહને પોલીસે બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યારા પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવની તજવીજ હાથ ધરી છે. ત્યારે હત્યારો પતિ પોલીસના સકંજામાં છે.

આ પણ વાંચો: લ્યો બોલો… દરગાહ તોડયા બાદ 17 વર્ષથી પોલીસ વાન એકને એક જગ્યાએ, કોના આદેશથી મુકાઇ તે પણ કોઈ નથી જાણતું

ADVERTISEMENT

આ રીતે ફૂટ્યો ભાંડો
ધ્રોલના ગરેડિયા રોડ પાસે હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પતિએ પત્નીની હત્યા કરી ઘરની સામે ખાડો કરી દફનાવી દીધી હતી. ત્યારે પોતાની દીકરી સાથે વાત ન થતાં પરિવારે પોલીસને જાણ કરી હતી. ત્યારે આ ઘટનાને લઈ પોલીસે પતિની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન પતિ પોપટની જેમ બોલ્યો હતો. જેમાં પતિએ પોતાની પત્નીની હત્યા કરી ખાડો કરી દફનાવી દીધાની કબૂલાત કરી હતી. ત્યારે આ મામલા ને લઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે પોલીસે મૃતદેહ કબજે કરી પોસ્ટ માર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ પોલીસે હત્યારા પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવની કાર્યવાહી હાથ ધરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર )

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT