દ્વારકા બાદ હવે ડાકોર મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરનારને નો-એન્ટ્રી, મંદિર બહાર લાગ્યા બોર્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ, ખેડા: દ્વારકા મંદિર બાદ હવે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટેમ્પલ કમીટી દ્વારા પણ ટૂંકા વસ્ત્રો પહેરી મંદિર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે. ડાકોર મંદિર ધ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય પહેલા પણ લેવાયો હતો, પણ હવે મંદિરમા પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી વૈષ્ણવોને મંદિરમા ટૂંકા વસ્ત્રો પહેરી ન આવવા અપીલ કરવામા આવી છે.

ખેડા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પણ હવે દ્વારકા મંદિરના પગલે આગળ વધ્યુ છે. હવે ડાકોરમાં પણ ટૂંકા વસ્ત્રો પહેરીને ભાવિક ભક્તો રાજા રણછોડના દર્શન નહીં કરી શકે. આ મહત્વપૂર્ણ નિર્ણય ડાકોર ટેમ્પલ કમીટી દ્વારા લેવાયો છે. જેમા ડાકોર ટેમ્પલ કમીટી ધ્વારા એક નોટીસ બહાર પાડવામા આવી છે અને મંદિરમા દરેક જગ્યાએ આ નોટીસ લગાવવામા આવી છે. જેમા લખવામા આવ્યુ છે કે, “ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે.”આ પ્રકાર લખાણ વાળી નોટિસ મંદિરમાં ઠેર ઠેર લગાવવામાં આવી છે.

અગાઉ પણ આ પ્રકારે નિર્ણય લેવાયો હતો. જોકે આ વખતે ફરી ભક્તોને વિનંતી કરવામા આવી છે. આ અંગે ડાકોર ટેમ્પલ કમીટીના ઈનચાર્જ મેનેજર રવીન્દ્ર ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, ” ગુજરાતના યાત્રાધામમાં ટૂંકા વસ્ત્રો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. એ ડાકોર રણછોડરાયજી મંદિરમાં અગાઉ પણ આવો એક નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આજે પણ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર પ્રવેશ ન કરવા માટે વૈષ્ણવોને અપીલ કરવામાં આવી છે. અને તે બાબતના ટેમ્પલેટું ડાકોર મંદિર પરિસરમાં વૈષ્ણવોને માહિતગાર થાય તે માટે ચોંટાડવામાં આવ્યા છે. સાથેજ મંદિર દ્વારા પુરુષો માટે પીતાંબરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ મહિલાઓ ટૂંકા વસ્ત્રો જો પહેરીને આવે છે તો તેમને દર્શન કરવાની તકલીફ પડી શકે છે.”

ADVERTISEMENT

મહત્વનું છે કે ગુજરાતના મોટાભાગના યાત્રાધામોમાં હવે મંદિરમાં દર્શન કરતી વખતે ટૂંકા વસ્ત્રો પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ડાકોર મંદિરમાં પણ હાલ અપીલ કરવામાં આવતા હોવાના પેમ્પલેટ મંદિર પરિસરમાં ઠેર ઠેર ચોંટાડવામાં આવ્યા છે. જોકે અગાઉ પણ આવો એક નિર્ણય ડાકોર મંદિરમાં લેવામાં આવ્યો હતો. પરંતુ હવે મંદિર પ્રશાસન આ નિર્ણય અંગે મક્કમ થયું છે. અને ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓને રોકવામાં આવશે. તથા જો તે પુરુષ દર્શનાર્થી છે તો તેમની વ્યવસ્થા મંદિર પ્રશાસન તરફથી પીતાંબર સ્વરૂપે કરવામાં આવી છે. જ્યારે મહિલાઓને જો દર્શન કરવા હશે તો તકલીફ પડશે તેવી વાત પણ સામે આવી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT