આ તે કેવો હરખ.. છૂટાછેડાને 1 વર્ષ પૂરું થતાં ગીરગઢડાના યુવાને ગામલોકોને પેંડા વહેંચ્યા
ભાવેશ ઠાકર ,ગીર સોમનાથ: જિલ્લાના ગીરગઢડા તાલુકામાં એક અનોખો બનાવ સામે આવ્યો છે. યુવાને છૂટાછેડાની ખુશી અનોખી રીતે વ્યક્ત કરી છે. છૂટાછેડાને 1 વર્ષ પૂરું…
ADVERTISEMENT
ભાવેશ ઠાકર ,ગીર સોમનાથ: જિલ્લાના ગીરગઢડા તાલુકામાં એક અનોખો બનાવ સામે આવ્યો છે. યુવાને છૂટાછેડાની ખુશી અનોખી રીતે વ્યક્ત કરી છે. છૂટાછેડાને 1 વર્ષ પૂરું થતાં યુવાને અનોખી રીતે ઉજવણી કરી છે. છૂટાછેડાની ઉજવણી કરવા માટે યુવાને ગામલોકોને પેંડા વ્હેંચ્યા છે. ગીરગઢડાના નવા ઝાંખિયા ગામના યુવાનનો કિસ્સો ડાયરામાં પણ રજૂ થાય છે.
લોકોને લગ્નગ્રંથિની ઉજવણી ઉજવણી કરતા હોય છે. પણ ગીરગઢડા તાલુકાના નવા ઝાંખિયા ગામના એક યુવાને છૂટાછેડાની ઉજવણી કરી છે. યુવાનોએ પેંડા વ્હેંચીને ઉજવણી કરી છે. એક વર્ષ પહેલાં છૂટાછેડા થયા ત્યારે બધાને પેંડા વ્હેંચ્યા હતા એ રીતે એ ઘટનાના 1 વર્ષ બાદ પણ તેની ઉજવણી ચાલુ રાખી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ
ગીરગઢડા તાલુકાના નવા ઝાંખિયા ગામના ભરતભાઇ કોટડિયાનાં લગ્ન 2018 માં કોદિયા ગામની જ્ઞાતિનીજ એક યુવતી સાથે રિતી રિવાજ મુજબ થયા હતા. 3 વર્ષ સુધી બંનેનો ઘરસંસાર ચાલ્યો. જેમાં સતત ઘરકંકાસને લીધે તેમણે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. છેક 2021 માં બંનેના છૂટાછેડા થયા. એ વખતે તેમણે પોતાના છૂટાછેડાની ઉજવણી કરી. સગાંવ્હાલાં, મિત્રો, ઓળખીતાને પેંડા વ્હેંચ્યા હતા. આથી એ વખતે સોશ્યલ મીડિયા પર પણ આ ઘટના ખુબજ વાયરલ થઇ હતી.
વિદેશથી પણ આવે છે ફોન
છૂટાછેડાની ઉજવણી ગુજરાત પૂરતી સીમિત નથી રહી. આ ઘટનાને લઈ ભરતભાઇને વિદેશથી પણ આ માટેના ફોન આવવા લાગ્યા છે. ભરતભાઇ પાનનો ગલ્લો ધરાવે છે. તાજેતરમાંજ તેમના છૂટાછેડાને 1 વર્ષ પૂરું થતાં તેમણે ફરી બધાને પેંડા ખવડાવી છૂટાછેડાના 1 વર્ષની ઉજવણી કરી હતી. આ વાત એટલી બધી ચર્ચાસ્પદ બની હતી કે, આ પંથકમાં કઇ ડાયરો હોય તો કલાકાર પણ ભરતભાઇના છૂટાછેડાની ઉજવણીની કહાણી પોતપોતાની આગવી ઢબે રજૂ કરી લોકોને હસાવે છે.

હજુ લગ્ન કરવાની છે ઈચ્છા
એક તરફ છૂટાછેડાની ઘટના બંને વ્યક્તિને કઈક અંશે જોડાયેલી હોય છે. આ દરમિયાન યુવાને છૂટાછેડાની પણ ઉજવણી કરી છે. અને ગીરગઢડાના નવા ઝાંખિયા ગામના યુવાનનો કિસ્સો ડાયરામાં પણ રજૂ થાય છે. ભરતભાઇ કહે છે, જો સારું પાત્ર મળશે તો ફરીથી જરૂર લગ્ન કરીશ એકવાર છૂટાછેડા થયા તો શું થઇ ગયું?