એડવોકેટ Mehul Boghraએ હોસ્પિટલમાંથી લાઇવ કરી હુમલાખોર TRB સુપરવાઈઝરની પોલ ખોલી, જાણો શું કહ્યું?
સુરત: સુરતના લસકાણા ખાતે કેનાલ રોડ પર એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી જવા પામી હતી. સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો…
ADVERTISEMENT
સુરત: સુરતના લસકાણા ખાતે કેનાલ રોડ પર એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો કરાતા ચકચાર મચી જવા પામી હતી. સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી ખોટી રીતે બેફામ ઉઘરાણી કરાવાતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. એવામાં એડવોકેટ મેહુલ બોઘરાએ આજે લસકાણા પોલીસ ચોકી પાસે પહોંચીને સોશિયલ મીડિયા પર લાઈવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન TRBના સુપરવાઈઝરે તેના પર લાકડી લઈને તૂટી પડ્યો હતો. જેમાં એડવોકેટ લોહીલુહાણ થઈ જતા તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એવામાં હોસ્પિટલમાંથી એડવોકેટ મેહુલ બોઘરાએ ફેસબુક લાઈવ કર્યું હતું અને સમગ્ર ઘટના શું હતી અને કેવી રીતે તેમના પર હુમલો થયો તેની માહિતી આપી હતી.
હોસ્પિટલમાંથી એડવોકેટ મોહુલ બોઘરાએ લાઇવ કર્યું
એડવોકેટ મેહુલ બોઘરાએ કહ્યું કે, આ મને મારી નાખવાનું ષડયંત્ર છે. વીડિયોમાં રીક્ષા લઈને ઊભેલા પોલીસકર્મીઓ અને ટીઆરબીનો સુપરવાઈઝર રાજન ભરવાડ છે, જેણે મારી પર હુમલો કર્યો. તે અને અન્ય પોલીસકર્મી અને તેમના મળતીયા સીમાડાથી કેનાલ રોડ પર પ્રાઈવેટ રીક્ષામાં ત્યાં ઊભા રહેતા અને હપ્તાખોરી કરતા. મારી ઓફિસ ત્યાં છે. મને ફરિયાદ મળતી એટલે હું ત્યાં ગયો અને મેં તેમને વોર્નિંગ આપી કે ટેમ્પા ચાલક અને વાહન ચાલકો પાસેથી ઉઘરાણા બંધ કરી દેજો. નહીંતર અત્યારે ચેતવણી આપું છું પછી વર્દી ઉતારાવી દઈશ. મારી આ ચેતવણી ઈન્સ્ટા પર છે. આ ઘટના મહિના પહેલા થઈ હતી.
ADVERTISEMENT
આરોપીઓ 1 મહિનાથી હપ્તાખોરી કરી રહ્યા હતા
મેહુલ બોઘરા આગળ કહે છે, તેમણે પછી 15-20 દિવસ આ ધંધો બંધ કરી દીધો. પછી મને માહિતી મળી કે આ લોકોએ ધંધો બંધ નહોતો કર્યો પરંતુ રસ્તો બદલી નાખ્યો હતો. એ કામરેજથી લસકાણા રોડ પર ઉઘરાણું ચાલું કરી દીધું હતું. માહિતી મળતા હું લસકાણા પોલીસ ચોકીથી 40 મીટર દૂર હતો મેં ત્યાં જોયું તો હપ્તાખોરી ચાલુ હતી. મેં દૂરથી જોયું. તો એ જ રીક્ષા હતી. રીક્ષામાં બેઠેલા બે પોલીસકર્મી, બે બહાર અને રાજન ભરવાડ સહિતના ઈસમો યુનિફોર્મ વિના તોડ પાણી કરતા.
તેમણે મને પતાવી દેવાની ધમકી પણ આપી હતી અને આજના લાઈવ વિશે તેમને અગાઉથી જ જાણ હતી. તેઓ રીક્ષામાં ધોકા લઈને આવ્યા હતા. લાઈવ શરૂ કર્યાના 30 સેકન્ડમાં હુમલો કરી દીધો. ચાલુ લાઈવમાં વકીલ પર હુમલો કરવાની હિંમત રાખે એ સામાન્ય લોકોનું શું કરે. મને માથા પર મારી નાખવાના ઈરાદે ચાર ઘા માર્યા. હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં ચાર-પાંચ મળતિયાને પોલીસ સિક્યોરિટી સાથે અંદર બેસવું પડે છે, બહાર નથી નીકળી શકતા. એ ખૌફ છે જાહેર જનતાનો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સરથાણા પોલીસ સ્ટેશનનો લોકોએ ઘેરાવ કર્યો
નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનાને પગલે આજે સાંજે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. જેમાં પાસના નેતા અલ્પેશ કથીરિયા પણ હાજર હતા. યુવાનોએ અહીં સૂત્રોચ્ચાર કરીને એડવોકેટ પર હુમલો કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, પોલીસ દ્વારા આ હત્યાના પ્રયાસ જેવી ગંભીર ગુનાની ઘટનામાં પણ સામાન્ય કલમો ઉમેરીને કેસ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT