સુરતમાં દત્તક લીધેલી 13 વર્ષની સગીરા પર સાવકા પિતા, કાકા, બે ભાઈ સહિત 5 લોકોએ દુષ્કર્મ આચર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાતના સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીર યુવતીએ તેના સાવકા પિતા, કાકા, બે ભાઈઓ અને અન્ય સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો છે. સગીરા 6 વર્ષની હતી ત્યારથી પરિવારે તેને દત્તક લીધી હતી. આરોપીમાં એક સગીર યુવક પણ સામેલ છે. ત્યારે સગીરાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને 4 લોકોની ધરપકડ કરી છે.

સગીરા 6 વર્ષની હતી ત્યારે પરિવારે દત્તક લીધી હતી
સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં કુલ 5 લોકો સામે બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે. 13 વર્ષની સગીર યુવતીએ આ લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તે 6 મહિનાની હતી ત્યારે મહેતા પરિવારે તેને બાળ ગૃહ અનાથ આશ્રમમાંથી દત્તક લીધી હતી. ત્યાર બાદ તે મોટી થઈ હતી. શરૂઆતમાં તેના સાવકા પિતા વાત્સલ્ય મહેતાએ દત્તક લીધેલી દીકરીની છેડતી કરવાનું શરૂ કર્યું અને પછી વર્ષ 2021માં ઘરના ઉપરના માળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું. આ પછી તેના કાકા અને બે સાવકા ભાઈઓ અને 5 માં અન્ય એક સગીરે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું કહેવાયું છે.

પીડિતાની વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ
પીડિતા સીધી અડાજણ પોલીસ સ્ટેશન પહોંચી હતી. અલગ-અલગ સમયે તેની સાથે બળાત્કાર થયો હોવાની ફરિયાદ કરી અને પોલીસ ઈન્સ્પેક્ટરને તેની આપવીતી જણાવી હતી. પીડિતાની વાત સાંભળીને ખુદ પોલીસ ઈન્સ્પેક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેના કહેવા પ્રમાણે, પોલીસ ઈન્સ્પેક્ટરે કેસ નોંધ્યો હતો. એસીપી બી.એમ ચૌધરીએ જણાવ્યું કે, હાલ આ કેસમાં 5 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં વાત્સલ્ય હસમુખભાઈ મહેતા, નીરજ વત્સલભાઈ મહેતા, પ્રજ્ઞેશ હસમુખલ મહેતા, નિકુંજ ઉર્ફે મોન્ટુ ગામીત અને એક સગીર આરોપી છે. આ તમામ આરોપીઓમાંથી હાલ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે સગીર આરોપીની અટકાયત કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT