વાપી-શામળાજી હાઈવે માટે જમીન સંપાદનનો વિરોધ, MLA અનંત પટેલ સાથે રસ્તા પર ઉતર્યા આદિવાસીઓ
રોનક જાની/નવસારી: વાપી-શામળાજી નેશનલ હાઇવે 56ને પહોળો કરવા માટે સરકાર જમીન સંપાદનનું કામ કરી રહી છે. ત્યારે ફરી એકવાર આદિવાસી વિસ્તારમાં જમીન સંપાદનને લઈને વિરોધનો…
ADVERTISEMENT
રોનક જાની/નવસારી: વાપી-શામળાજી નેશનલ હાઇવે 56ને પહોળો કરવા માટે સરકાર જમીન સંપાદનનું કામ કરી રહી છે. ત્યારે ફરી એકવાર આદિવાસી વિસ્તારમાં જમીન સંપાદનને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. આ નેશનલ હાઇવે જ્યાંથી પસાર થાય છે ત્યાંના આદિવાસી અસરગ્રસ્ત લોકો પોતાની જમીન કે મકાન આપવા માંગતા નથી. જેના માટે ધારાસભ્ય અનંત પટેલના શરણે ગયા હતા. તાપી, નવસારી અને વલસાડ સહિતના અનેક ગામોમાં અસરગ્રસ્તો ‘જાન દેંગે, જમીન નહીં’ના એક જ સૂર સાથે આંદોલન કરવા રસ્તા ઉપર ઉતરી ગયા છે.
જમીન સંપાદન સામે મામલતદારને અપાઈ વાંધા અરજી
નવસારીના વાંસદા ખાતે અસરગ્રસ્તો સાથે ધારસભ્ય અનંત પટેલએ રેલી કાઢી મામલતદારને વાંધા અરજી આપી હતી. જમીન સંપાદનનો વિરોધ કરતાં એક પણ ઇંચ જમીન આપવાના નથી એવી વાત કરી હતી.
નેશનલ હાઈવે-56ને પહોળો કરવા જમીન સંપાદન કરાયું
આ અંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, નેશનલ હાઈવે 56 વાપી-શામળાજી રોડને મોટો કરવામાં વાંધો નથી, પરંતુ તેને ગ્રામ્ય વિસ્તારમાંથી લઈ જઈ રહ્યા છે. ઘણા બધા ખેડૂતોની જમીન જાય છે. વાંસદા તાલુકામાંથી 18 ગામના ખેડૂતોની જમીન જાય છે, 174 હેક્ટર જેટલી ફળદ્રુપ વિસ્તારમાંથી જમીન જાય છે. એના માટે અમે આજે વાંધા અરજી આપી છે. અમે અમારા વિસ્તારના લોકો સાથે છીએ. અમારા વિસ્તારના એકપણ લોકો જમીન આપવાના નથી.
ADVERTISEMENT
આમાં દક્ષિણ ગુજરાતમાં માંડવી, વ્યારા, તાપી, વાંસદા, કપરાડા, ધરમપુરના ગામો આવે છે. મોટાભાગે બે દિવસ પહેલા તાપી જિલ્લામાં પણ વાંધા અરજી આપી છે અને ત્યાં માપણી અટકાવી છે. એવી જ રીતે અમે પણ આજે માગણી લઈને આવ્યા કે જમીન સંપાદન અટકાવવામાં આવે. આવતીકાલે અમે ધરમપુરમાં પણ તેના આંદોલનમાં જવાના છીએ.
ADVERTISEMENT