આદિવાસી યુવક-યુવતીઓ ધાણીફુટ સંસ્કૃત બોલશે, આખો દિવસ તમામ શોમાં સંસ્કૃતમાં જ રજુ થશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રેડિયો યૂનિટી 90 FM દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલતા આ રેડિયો સ્ટેશનમાં આખો દિવસ તમામ શો માત્ર અને માત્ર સંસ્કૃત ભાષામાં જ થશે. અત્રે નોંધનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા પોતાનું રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત છે કે, આ રેડિયો સ્ટેશન પર રેડિયો જોકી તરીકે સ્થાનિક આદિવાસી યુવક અને યુવતીઓ કામ કરે છે. તેવામાં આ રેડિયો સ્ટેશન અનોખું તો છે જ સાથે સાથે તેના અનોખી પહેલના કારણે પણ આ વધારે યુનિક બની જાય છે. રેડિયો યુનિટીના રેડિયો આખો દિવસ સંસ્કૃત ભાષામાં વાતો કરતા જોવા મળશે.

પાલિકા અધિકારીઓ કોઈનું ગાંઠતા જ નથી, કુમાર કાનાણીએ થંભી ગયેલા વિકાસનો મુદ્દો ઉઠાવ્યો..

સંસ્કૃતમાં શો રજુ કરનારા યુવક-યુવતીઓ સ્થાનિક આદિવાસી
સૌથી નોંધનીય બાબત છે કે, આખો દિવસ સંસ્કૃતમાં શો રજુ કરનારા યુવક યુવતીઓ કોઇ સંસ્કૃતના પંડિતો નથી પરંતુ સ્થાનિક આદિવાસી યુવક યુવતીઓ છે. તેમના મોઢે ધાણીફુટ સંસ્કૃત સાંભળવું એક અનોખો અનુભવ હશે. અહીં કામ કરનારા ગુરૂ ચરણ તડવી, હેતલ તડવી, નીલમ તડવી, ગંગાબેન સહિતના સ્ટાફને સંસ્કૃત માટેના 60 દિવસના પ્રશિક્ષણ વર્ગો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમમાં પણ આ વાતનો ઉલ્લેખ કરી ચુક્યાં છે.

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની તિરંગા યાત્રાનો ફ્લેગ ઓફ કરાવી શુભારંભ કર્યો, 1551 મીટર લાંબા ધ્વજ

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 15 ગાઇડ પણ સંસ્કૃત બોલવા માટે સમર્થ
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 108 જેટલા ગાઇડ છે અને તે પૈકીના 15 ગાઇડ એવા છે જેમને સંસ્કૃત ભાષાની તાલીમ આપવામાં આવી છે. આ યુવક યુવતીઓ સ્થાનિક છે જે પોતાની સ્થાનિક ભાષા ઉપરાંત ગુજરાતી, હિંદી પણ સારી રીતે બોલે છે. જો કે હવે તેમને સંસ્કૃત ભાષાની ટ્રેનિંગ આપવામાં આવી છે. સંસ્કૃત ભાષા શીખવા માટે તેમને ઉત્તરપ્રદેશના વારાણસીમાં મોકલાયા હતા. જ્યાંથી તેઓ ટ્રેનિંગ લઇને અહીં આવ્યા છે. હવે તેઓ સંસ્કૃત ભાષામાં વાતચીત કરી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીીના રેડિયો યુનિટી FM 90 પર અન્ય ભાષા ગુજરાતી, હિંદી અંગ્રેજી, મરાઠી, તેલુગૂ અને કન્નડ ભાષામાં પણ વાત થાય છે.

ADVERTISEMENT

5 વર્ષમાં કેજરીવાલની બમણી સરકારી નોકરીની કોપી પેસ્ટ નીતિ પર ભાજપનો વળતો પ્રહાર

વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓ પૈકીની એક ભાષા છે સંસ્કૃત
જો કે સૌથી સારી બાબત છે કે, વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓ પૈકીની એક છે. ત્યારે આ લુપ્ત થઇ રહેલી ભાષાને ફરી બેઠી કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભાષા હાલ સામાન્ય બોલચાલની ભાષામાંથી તો લુપ્ત થઇ જ ચુકી છે. ક્યાંય પણ સામાન્ય જીવનમાં આ ભાષા જોવા નથી મળતી. તેવામાં આ રેડિયો સ્ટેશનની પહેલનાં કારણે સમગ્ર વિશ્વમાંથી આવતા યાત્રીઓ આ સાંભળશે. ઉપરાંત સ્થાનિક લોકો પણ સંસ્કૃતમાં શો સાંભળશે અને સંસ્કૃતમાં કેટલાક મહત્વના શબ્દો પણ શીખશે. આ અનોખી પહેલ અને અનુભવ પણ હશે.

    follow whatsapp

    ADVERTISEMENT