મેં આદિવાસી વિસ્તારોમાં ઘરે ઘરે જઈ દીકરીના શિક્ષણની ભીક્ષા માગી હતીઃ નરેન્દ્ર મોદી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરુચઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેત્રંગ ખાતે જનસભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે આદિવાસી મતોને આકર્ષવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા. તેમણે આ દરમિયાન આદિવાસી વિસ્તારમાં પોતે પોતાની યુવાનીના સમયમાં કામ કરતા હોવાની વાત કરી હતી. તેમણે આદિવાસી દિકરીઓના ભણતર માટે પોતે ઘરે ઘરે ભીક્ષા માગી હોવાની પણ વાત કરી હતી. તેમણે વીજળી કનેક્શન ન હતા, પાણીના કનેક્શન ન હતા જે અંગે પોતે ચિંતા કરીને ઘરે ઘરે નક્કી સુવિધાઓ પહોંચાડી છે તેવું કહ્યું હતું. કોઈને કટકી મળે જ નહીં, ભ્રષ્ટાચાર બંધ એવું કામ આપણે કર્યું છે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.

BJPના સંકલ્પ પત્ર અંગે PM મોદી બોલ્યા…
જીવનના પ્રારંભીક વર્ષોમાં, 22-25 વર્ષની ઉંમર હતી અને સામાજિક જીવનની પાપા-પગલી ભરતો હતો ત્યારે શરૂઆતમાં જ આદિવાસી ક્ષેત્રમાં કામ કરવાની મને તક મળી. જે પછી હવે જ્યારે હું તે વિસ્તારમાં આવું એ લોકો વચ્ચે આવું ત્યારે મારો આનંદ અનેક ગણો વધી જતો હોય છે. અમે ભાજપના કાર્યકર્તાઓ, ભાગ્યવાન છીએ કે આજે આટલી મોટી સંખ્યામાં અમારા બધા ઉમેદવારોને વિજય બનાવવા માટે તમે આવ્યા છો. આ ચૂંટણી તમે લડી રહ્યા છો. ભાજપે જે રીતે ગઈકાલે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. હું તેમને હૃદયથી ખુબ ખુબ અભિનંદન આપું છું. તેમણે ગુજરાતની આર્થિક વ્યવસ્થાને વધુ દુર-સુદુર પહોંચે, નાના-નાના નગરોમાં પણ આર્થિક પ્રવૃત્તિ વધે, તેમણે આદિવાસી ભાઈ બહેનો આત્મનિર્ભર બને, ગરીબોનું કલ્યાણ થાય, મધ્યમ વર્ગના સપના સાકાર થાય તેમ તેમના મેનીફેસ્ટોમાં બાળકથી લઈ વૃદ્ધ સુધી બધાની ચિંતા કરી છે. શહેર અને ગામડાઓની ચિંતા કરી છે. નવયુવાનોનું ભાગ્ય ઉજળું કરવાની વાત કરી છે. આ સંકલ્પ પત્ર એટલું સર્વસ્પર્સી છે કે જેના કારણે સીધી લીટીમાં ખબર પડે કે ગુજરાત વિકસિત થવાની દીશામાં નક્કર, મક્કમ, સારા અને સાચા પગલા લઈને આગળ વધવાનું છે.

ADVERTISEMENT

ધોમ ધકતા તાપમાં હું ઘરે ઘરે ભીક્ષા માગવા આવ્યો હતોઃ મોદી
દિલ્હીમાં બેઠેલો મોદી પણ પુરી તાકાત લગાવશે. ભાજપના સંકલ્પ પત્ર પછી શહેરી આગેવાનો, ખેડૂત આગેવાનો, આદિવાસી આગેવાનો જોડે વાત કરી. તો મને થયું કે જરા પુછું તો ખરો, તો એક અવાજમાં બધેથી એક જ વાત સાંભળી સાહેબ આ સંકલ્પ પત્ર એટલો સ્પષ્ટ છે, સર્વ સ્પષ્ટી છે, કે ભાજપની સીટો પહેલા કરતા વધી જશે અને જીતવાના હતા તેના કરતા વધારે વોટોથી જીતીશું. હું જ્યારે 2001માં નવો નવો મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે ગુજરાતમાં દીકરીઓના ભણતરની સ્થિતિ બહુ ચિંતાજનક હતી તે વખતે દીકરીઓ ભણવા લઈ જવા ઘરે ઘરે જઈ ભીક્ષા માગવાનું મે નક્કી કર્યું હતું. સૌથી પહેલા આપના વિસ્તારમાં આવ્યો હતો. ધોમ ધકતા તાપમાં ત્રણ દિવસ હું અહીં રોકાયો હતો. ઘરે ઘરે જઈને હું કહેતો હતો મને ભીક્ષા આપો. હું ભીક્ષા માગતો હતો કે, દીકરીને ભણાવવાનું વચન ભીક્ષામાં આપો અને દીકરીઓને નિશાળે લઈ જતો. એનું પરિણામ આવ્યું કે આજે ગુજરાતમાં દીકરીઓ ભણવા લાગી, તેમના માટે સારું વાતાવરણ ઊભું થયું. 20 વર્ષ પહેલા શાળામાં દીકરીઓ દાખલ થાય પણ ધોરણ 4માં આવતા આવતા લગભગ દીકરીઓ ઘરે આવી જતી હતી. મા બાપ પણ માનતા હતા કે દીકરીઓને સાસરિયે જવાનું ભણાવીને શું કરવાનું. આજે આદિવાસી દીકરીઓ ભારતમાં નામ કમાઈ રહી છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT