આદિવાસી પ્રમાણપત્રને લઈને ચૂંટણી પહેલા મહીસાગર જિલ્લા ભાજપમાં રાજકરણ ગરમાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી.મહિસાગરઃ મોરવા હડફ વિધાનસભા બેઠક બાદ ફરી આદિવાસી જાતિના પ્રમાણપત્રને લઈને મહીસાગરમાં રાજકારણ ગરમાયું છે. કડાણામાં આદિવાસી સમાજના ધરણાં દરમ્યાન ભાજપના આંતરિક વિખવાદનો થોડા દિવસ અગાઉ વીડિયો વાયરલ થયો હતો ચૂંટણી પહેલા મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેનના સસરા અને કડાણાના ભાજપના નેતા વાઘા કાળુ ડામોર વિવાદમાં સપડાયા છે.

વાઘા કાળુ ડામોર પર આકરા આક્ષેપો
આદિવાસી સમાજના આદિજાતિના પ્રમાણપત્ર માટે ચાલતા ધરણાંના કાર્યક્રમમાં સંતરામપુરના ભાજપ ધારાસભ્ય ડો કુબેર ડીંડોર વિરુદ્ધ સંબોધન કરનાર વાઘા કાળુ ડામોર વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે. વાઘા કાળું, મોગીબેન વાઘાભાઈ અને શાંતાબેન રણછોડ આ એક જ પરિવારમાંથી 3 ટર્મ કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ પદે રહ્યા છે. એક ટર્મ જિલ્લા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન તેમજ કડાણાના ભાજપના નેતા વાઘા કાળુ ડામોરના નામ સાથે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટમાં સનસની ખેજ આરોપ લાગ્યા છે.

બંને જાતિનના પ્રમાણ પત્રોનો આરોપ
વાઘા કાળુ ડામોર વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ પત્રિકામાં આરોપ લાગ્યા છે. વાઘા કાળુ ડામોરના પરિવારના મહિસાગર જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર પાસે ઓબીસી અને આદિજાતિ એમ બંને જાતિના પ્રમાણપત્ર છે. જય આદિવાસી જય જોહાર ..  સાચા આદિવાસીઓને ન્યાય આપો ના ઉલ્લેખ સાથે વાઘા કાળુ ડામોરનો વિરોધ કરતી પત્રિકા સોશ્યલ મીડિયામાં વાયરલ થવા લાગી છે.

ADVERTISEMENT

પત્રિકા માં શુ કરવામાં આવ્યો છે ઉલ્લેખ
કડાણા તાલુકાના આદિવાસી સમાજ વિરોધી અને માત્ર પોતાના પરિવારનો રાજકીય રોટલો શેકતો વાધા કાળુનો ઠેર – ઠેર વિરોધ…. આદિજાતિ દાખલાના નામે રાજકારણમાં ચમકવા માંગતા વાધા કાળુના ઘરમાં ઓબીસી અને આદિજાતિ એમ બંને દાખલા છે. ખોટા આદિવાસીઓએ મેળવેલા દાખલા કૌભાંડની તપાસ થાય તો અનેક અધિકારીઓ અને આગેવાનોની રાજકીય કારકિર્દી પર પૂર્ણ વિરામ લાગી શકે છે.

નામ આદિવાસી દાખલાનું અને કામ પોતાનું કરતાં વાઘા કાળું ડામોર ઝાલાસાગના પરિવારની રમિલા કલ્પેશ ડામોર બાબુભાઇ વાઘાભાઈ ડામોર જિલ્લા પંચાયત પ્રમુખ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટેની અનામત બેઠક પરથી જીત મેળવીને બની છે. જેનો દાખલો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રજૂ કર્યો છે, પણ નવાઈની વાત એ છે કે રામિલા ડામોર પાસે ઓબીસી અને આદિજાતિ એમ બંને જાતિના દાખલા છે, જિલ્લા પંચાયત પ્રમુખ રામિલા બેન ડામોર આગાઉ આદિજાતિનો દાખલો કડાણા તાલુકા પંચાયતમાંથી રજીસ્ટર નંબર ૧૨૨૧૯ થી તા – ૨૪/૦૩/૨૦૧૪ ના રોજ આદિજાતિનો દાખલો મેળવેલો છે. – જાણવા મળ્યા મુજબ આદિજાતિનો દાખલો મેળવી આદિજાતિના લાભ મેળવ્યા છે. ઉપરાંત ચૂંટણીમાં જરૂરત પડી અને ઓબીસી અનામત બેઠક જાહેર થતાં ઓબીસીના દાખલા પર જિલ્લા પંચાયતની ચૂંટણી લડીને મહીસાગર જિલ્લા પંચાયતના મહત્વના પદ પર પહોંચી છે. વર્ષો જૂનો દાખલાનો મુદ્દો સ્થાનિક સ્વરાજની અને સરપંચની ચૂંટણીઓમાં દબાઈ જાય છે. વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે ઉછળે છે. આમ પરિવારમાં જ ગેરકાયદેસર બબ્બે દાખલા ધરાવતા હોવા છતાં વાઘા કાળું આદિવાસી સમાજના નામે વ્યક્તિગત રાજકીય ઈચ્છાઓ સંતોષવા વિધાનસભાની ચૂંટણી સમયે આદિજાતિ દાખલાનું ભૂત ધૂણાવ્યું છે અને આવું કરી આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી પોતાનું રાજકીય હેતુ સિદ્ધ કરવા માંગે છે. એક તરફ સરકાર દ્વારા સાચા આદિવાસીઓની તપાસ કરી દાખલા આપવાના શરૂ કર્યાં છે. ત્યારે આવા સમાજ વિરોધી પોતાનો રોટલો શેકવા આંદોલન છેડીને પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે.

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના રેકર્ડ મુજબ રમિલા ડામોર હાલ ઓબીસી દાખલાની આધારે પ્રમુખ પદે બેઠા છે. તેમના પરિવારમાં ડામોર વાધાભાઈ કાળુભાઇ, ડામોર મધીબેન વાઘાભાઈ આજા તાલુકા પંચાયત બેઠક પર ખાદિજાતિ અનામત તરીકે ચૂંટણી જીત્યા હતા. દાખલા ઉપરાંત સરકારી ગ્રાન્ટ કૌભાંડ અનેક કૌભાંડો અનેક યોજનાઓનો ગેરકાયદેસર લાભ મેળવી અઢળક અપ્રમાણસરની સંપત્તિ બનાવી છે. જેની એસીબી અથવા વિજિલેન્સ તપાસ થાય તો અનેક યોજનાઓનો વ્યક્તિગત લાભ લઈ મોટાપાયે ભ્રષ્ટાચાર કરીનો પર્દાફાશ અને અનેક મકાનો અલગ અલગ સિટીઓમાં આશરે ૧૫ જેટલા મકાનોનો છે આ બધો પર્દાફાશ થાય તેમ છે.

નોંધ: – આ પત્રિકા પોતાને મોટા બનવા લોકોને ગુમરાહ કરતો ખોટા લોકોને ઉગાડા પાડવા છે. આધાર પુરાવા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ઓફિસમાં છે અને કોઇ ઓફિસમાં ના આપે તો સોશિયલ મીડિયામાં મદદ માગજો વાયરલ કરવામાં આવશે. મારા આદિવાસીઓ આવા દલાલોથી ચેતજો.. આવા દલાલો તમને અને સમાજને ક્યારેય ઊંચા ના આવવા દે. ઊંટ ઉપર લાકડા વેચવાવાળો કરોડપતિ કઈ રીતે થયો વિચારજો. ૩૦૦ એક્કર જમીનનો માલિક બન્યો તમારો ઉપિયોગ કરીને જે જાહેરમાં બોલે છે.  આજે પણ ગામલોકોને ગાળો બોલીને ડરાવે છે… ઊંટની સવારી પરથી ઈનોવાની સવારી સુધીનું સફરની એક ઝલક આવનાર સમયમાં જાહેર મીડિયા મારફતે કરવામાં આવશે . જય જોહાર ….. જય આદિવાસી ,, કડાણા આદિવાસી સમાજ

કોની સામે થશે કાર્યવાહી?
ચૂંટણી નજીક આવતા દફનાઈ ગયેલી હકીકત બહાર આવતી હોય છે ત્યારે વાયરલ પત્રિકામાં લગાવવામાં આવેલા આરોપની તપાસ થશે કે કેમ અને જો આરોપ સાચા હોય તો બે પ્રમાણપત્ર રાખી સરકારી તેમજ રાજકીય લાભ લેનાર વાઘા ડામોર તેમજ મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ રમિલા ડામોર વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કેમ અથવા ખોટી હોય તો આ પોસ્ટ ફેલાવનાર સામે કાર્યવાહી થશે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT