‘આદિપુરુષ’ પરની નારાજગી નિર્દોષો પર તો નહીં ઉતરેને? ડાકોરના સંતોએ કરી આવી વાત
હેતાલી શાહ.આણંદઃ આદિપુરૂષ ફિલ્મના ટીઝર બાદથી જ ફિલ્મ ચર્ચાઓમાં આવી હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ ડાયલોગ્સ અને હવે તેના અમુક સીન્સને લઈને પણ આ ફિલ્મ…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ આદિપુરૂષ ફિલ્મના ટીઝર બાદથી જ ફિલ્મ ચર્ચાઓમાં આવી હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ ડાયલોગ્સ અને હવે તેના અમુક સીન્સને લઈને પણ આ ફિલ્મ લોકોની ટીકાઓનો સામનો કરી રહી છે. ઠેર ઠેર આ ફિલ્મ પર બેન લગાવવા માટે માંગ કરાઈ છે. ફિલ્મમાંથી જે ડાયલોગ્સ પર વાંધા ઉઠાવાયા હતા તેમાંથી ઘણામાં ફેરફાર પણ કરી દેવાયો છે. ત્યારે હવે ડાકોરના સંત ગણ પણ આ ફિલ્મનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. આદિપુરૂષ ફિલ્મને લઈ યાત્રાધામ ડાકોરના સંતોમાં આક્રોશ ફેલાયો છે. આ ફિલ્મને બેન કરવા માટે આજે ડાકોરના સંતોએ ઠાસરા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે. સાથે જ ફિલ્મના ડાયરેક્ટર અને તેની સાથે સંકળાયેલા લોકોને સજા થવી જોઈએ, જો આ ફિલ્મ બેન નહીં થાય તો આ ફિલ્મથી આગામી દિવસોમાં લોહીયાળ ક્રાંતિ થશે, આદિપુરુષ ફિલ્મથી હિંદુ ધર્મની લાગણી દુભાઈ છે. જો ફિલ્મ આદિપુરૂષ બેન નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સંતોએ ઉચ્ચારી છે. જોકે લોહિયાળ ક્રાંતિ શબ્દ પ્રયોગથી તેઓ શું સ્પષ્ટતા કરવા માગી રહ્યા છે તેને લઈને પણ સવાલો ઊભા થયા છે.
આવેદન આપતા પહેલા કરાયા હનુમાન ચાલીસા
તાજેતરમાં જ સિનેમા ઘરો પર છવાયેલી આદિપુરુષ નામની ફિલ્મના વિરોધમાં આજે ડાકોરના સંતો અને યુવાનો દ્વારા ઠાસરા પ્રાંત અધિકારીની કચેરીમાં ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જોકે આવેદન આપતા પહેલા સંતો અને યુવાનો દ્વારા પ્રાંત કચેરીની હદમાં હનુમાન ચાલીસાના પાઠ પણ કરાયા હતા. મોટી સંખ્યામાં સંતો ફિલ્મ પર બેન મુકવાની માંગણી સાથે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. ડાકોર ભરત ભુવન આશ્રમના મહંત કરણદાસ તેમની સાથે દ્વારકાદાસ દાદુરામ આશ્રમના મહંત દયારામ, બાપુ દાઉજી મંદિરના હોદ્દેદારો અને યુવાનો આ આવેદન આપવા માટે પહોંચ્યા હતા.
નીતિન પટેલની રાજકીય કારકિર્દીને લઈ સી આર પાટીલે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું આપ્યા સંકેત
સંતોએ કહ્યું- હિન્દુ ધર્મ વિરોધી ફિલ્મ
સંતોએ પ્રાંત અધિકારીને આવેદન આપતા જણાવ્યું હતું કે, “આદિપુરુષ નામની જે ફિલ્મ છે, તે ફિલ્મ ઉપર તાત્કાલિક બેન લગાવવામા આવે અને તેને બનાવનાર અને પ્રસારિત કરનાર લોકો ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે.” મહત્વનું છે કે આ ફિલ્મને હિન્દુ ધર્મ વિરોધી ફિલ્મ પણ આ સંતો દ્વારા ગણાવવામાં આવી છે. આ ફિલ્મ પર બેન નહીં થાય તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની સંતોએ ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT
પરમદાસ મહારાજે જણાવ્યુ કે,” અત્યારે ભારતભરમાં એક જ પિક્ચરનો જે હાહાકાર મચી રહ્યો છે, જે આદિપુરુષ કરીને જે મુવી બહાર પાડવામાં આવ્યું છે. તે પિક્ચરમાં જે હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા પાત્રો, આમ તો શ્રીરામ ચરિત્ર માનસને ખંડિત કરવાનું જે આ કાવતરું થઈ રહ્યું છે, તે હનુમાનજીનું પાત્ર હોય , શ્રી રામચંદ્રનું હોય, માં જાનકીનું પાત્ર હોય એ આવી હાલતમાં જે બતાવવામાં આવ્યું છે, એ ખરેખર ખૂબ જ ખોટું કર્યું છે. આવા લોકો ઉપર જલ્દીમાં જલ્દી કડક કાર્યવાહી કરીને આમને જેલ ભેગા કરવા જોઈએ. ભવિષ્યમાં આવી કોઈ પણ જો ફિલ્મ પ્રસારિત કરવામાં આવે, હિંદુ ધર્મની લાગણી દુભાઈ એવી, તો પહેલા સાધુ સંતો જોડે માંગણી કરી એમને બતાવીને અને યોગ્ય હોય તો જ એ ફિલ્મ પ્રસારિત કરવામાં આવે એવી બધા હિન્દુ ધર્મની લાગણી છે.”
કોવિન પોર્ટલ ડેટા લીક કેસમાં બિહારથી એકની ધરપકડ, ડેટા ટેલિગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો
લોહિયાળ ક્રાંતિથી દયારામ મહારાજનો શું છે ઈશારો?
તો દયારામ મહારાજના જણાવ્યા અનુસાર, “અમારે ભારતીય સંસ્કૃતિને જે પાછી પાડવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, એના અનુસંધાનમાં જે અત્યારે આદિપુરુષ જે પિક્ચર બનાવ્યું છે, જે મુવી છે, એ ભારતીય સંસ્કૃતિને બિલકુલ ખતમ કરવાનો એક એમનો બદ ઇરાદાથી આ બનાવવામાં આવ્યું છે. અને એને જેમ બને એમ વહેલી તકે પાછું ખેંચી લેવામાં આવે અને એને બંધ કરી દેવામાં આવે. જે કંઈ એને લગતા જે કંઈ પણ કાર્યક્રમમાં, જે ડાયરેક્ટરો હોય એ પ્રોડક્શનમાં હોય કે જેમને પણ આ મંજૂરી આપી હોય એ બધાને કડકમાં કડક શિક્ષા કરવામાં આવે. જો આ પગલું ભરવામાં નહીં આવે તો લોહિયાળ ક્રાંતિ સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા હિન્દુ સમાજ અને જે સંત સમાજ એવો પોકારી પોકારીને કહી રહ્યા છે. અને જો નહીં બને તો કંઈક લોહાર ક્રાંતિ થશે અને યુદ્ધ ફાટી નીકળશે. તેવું અમને અત્યારથી દેખાઈ રહ્યું છે. માટે જેમ બને એમ વહેલી તકે આ ફિલ્મ બંધ થઈ જવી જોઈએ અને પાછી ખેંચાઈ જવી જોઈએ.” ઉલ્લેખનીય છે કે દયારામ મહારાજ દ્વારા ઉચ્ચારવામાં આવેલા લોહિયાળ ક્રાંતિ થશે તેવી ચીમકીનો ઈશારો શું હતો. શું ફરી ધર્મના નામે નિર્દોષોના જીવ લેવાના પ્લાનીંગ થઈ રહ્યા છે? તેવા સવાલો પણ આ સાથે જ ઊભા થયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT