ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો, કોર્ટે ફટકારી 6 માસની સજા…. જાણો શું હતો મામલો
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. વર્ષ 2021 માં થયેલા ઝગડા મામલે ચૈતર વસાવા સહિત 10 લોકોને કોર્ટે…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. વર્ષ 2021 માં થયેલા ઝગડા મામલે ચૈતર વસાવા સહિત 10 લોકોને કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. ચૈતર વસાવા ધારાસભ્ય ન હતા અને બિટીપી ના યુવા નેતા હતા ત્યારની ની આ ઘટના છે.
વર્ષ 2021 ના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે થયેલા ઝગડા બાબતે સતિષ વસાવાએ ચૈતર વસાવા સહિત 10 ના ટોળા સામે ડેડીયાપાડા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ નોંધાવી હતી.ત્યારે આ મામલે કોર્ટે સજા ફટકારી છે. ચૈતર વસાવાને સજા ભોગવવી નહિ પડે કારણ કે ચૈતર વસાવા સહિત અન્ય 10 ઈસમોને સજા ભોગવવાની જરૂરિયાત રહેશે નહીં. ને તેની જગ્યા એ તેમણે એ સી.આર.પી.સી ની કલમ 360 મુજબ સારી વર્તુણક માટે શરતોને આધીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જાણો શું છે મામલો
વર્ષ 2021 ના સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી સમયે થયેલા ઝગડા બાબતે બોગજ ગામના ફરિયાદી સતિષ કુંવરજી વસાવા એ ચૈતર વસાવા સહિત 10 ના ટોળા સામે ડેડીયાપાડા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તારીખ 19-12-2021 ના રોજ વહેલી સવારે પોતાના ઘર આગળ ફળિયા ના અન્ય 6 સવારે માણસો સાથે બેસી તાપણું કરી રહ્યા હતા. એ સમયે ચૈતર વસાવા સહિત અન્ય 10 જણાનું ટોળું ત્યાંઆવી બુમો પાડી કહ્યું હતું કે “આ વખતે સરપંચ ની ચૂંટણી મા અમારો ઉમેદવાર ઉભો રાખેલ છે. તમે અને તમારા ઉમેદવાર કેવી રીતે જીતે છે, તે અમે જોઈ લઈશું. તેમની સાથેના ટોળા માણસ હોય અમને બધાને તમને મારી નાખવાના છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ધિકા પાટુ ટીકા પડવું માટે માર મારતા અને સળગતા લાકડાથી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો.
ADVERTISEMENT
આ લોકો હતા ટોળામાં
ચૈતર વસાવા, શાંતિલાલ દામજીભાઈ વસાવા, સંજયભાઈ રૂપજીભાઈ વસાવા, જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા, મુકેશભાઈ છત્રસિંહ વસાવા, ઈશ્વરભાઈ મૂળજીભાઈ વસાવા અને અન્ય વિજય ચુનીલાલ વસાવા, ગણેશ રાવલજી વસાવા, રતિલાલ મંગા વસાવા, અને જયરામ ગોવિંદ વસાવા સહિત ના લોકોએ તાપણું કરવા બેસેલા અન્ય ને પણ ગડદા પાટુનો માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
નહીં થાય સજા
આ બાબત નો કેસ નર્મદા જિલ્લા ની રાજપીપળા સેશન્સ કોર્ટ સમક્ષ ચાલી જતા,જજ આર.એન.જોશી એ ડેડીયાપાડા ના ધારસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય 10 ને 6 માસ ની સાદી કેદ અને 1 હજાર રૂપિયા નો દંડ ફટકાર્યો હતો. પરંતુ ચૈતર વસાવા સહિત અન્ય 10 ઈસમો ને સજા ભોગવવા ની જરૂરિયાત રહેશે નહીં ને તેની જગ્યા એ તેમણે એ સી.આર.પી.સી ની કલમ 360 મુજબ સારી વર્તુણક માટે શરતો ને આધીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.અને દરેક ને રૂ.20,000/- ના જાત જામીન આપવાનાં અને દંડ ની રકમ 15 દિવસ મા કોર્ટ માં જમા કરાવવાની રહેશે તેવો ચુકાદો કોર્ટે દ્વારા આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT