તહેવારોની મજા બગડી, અદાણી CNGના ભાવમાં તોતિંગ વધારો

ADVERTISEMENT

adani cng
adani cng
social share
google news

અમદાવાદ: એક તરફ તહેવારો ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ અદાણી CNGએ તહેવારોની મજા બગડી છે. અદાણીએ ફરી એક વખત CNGના ભાવમાં વધારો કર્યો છે. CNGના ભાવમાં પહેલા ઘટાડો કરવામાં આવ્યો હતો. જે બાદ આજે ફરીથી તેમાં વધારો કરવામાં આવ્યો છે. આજે CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો
એક તરફ નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે અને દિવાળીના તહેવારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજીતરફ મોંઘવારી વચ્ચે જનતાને વધુ એક ઘાવ લાગ્યો છે. CNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે. આજે 3 રૂપિયાનો વધારો થતા CNGનો ભાવ 89.90 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. 18મી ઓગષ્ટના રોજ અદાણીએ CNGના ભાવમાં ઘટાડો કર્યો હતો ત્યારે CNGનો ભાવ 83.90 થયો હતો. હવે આજે ફરીથી ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે આ ભાવ 86.90 રુપિયા પ્રતિ કિલો થયો છે.

તહેવારોની મજા બગડી
તહેવારોનો સમય છે ત્યારે હવે મધ્યમવર્ગના પરિવારોની હાલત હવે સૂડી વચ્ચે સોપારી જેવી થઇ ગઇ છે. ગઈ કાલે રેપો રેટ બાદ હવે આજે અદાણી CNGના ભાવમાં વધારો ઝીંકાતા જનતાને તહેવારણ ટાણે જ મોટો ફટકો પડ્યો છે. તહેવારો સમયે સામાન્ય જનતાની સરકાર પાસેથી રાહતની અપેક્ષા રાખી રહી છે. રાહત તો દૂરની વાત રહી પરંતુ એક બાદ એક જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

ADVERTISEMENT

ગઈ કાલે એડમિનિસ્ટર્ડ પ્રાઈસ મિકેનિઝમ હેઠળ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને આપવામાં આવતા ગેસના એમએમબીટીયુના ભાવમાં એક સામટો 40 ટકાનો વધારો  કરવામાં આવ્યો હતો. તેની અસર  હેઠળ મોટર વેહિકલમાં ઇંધણ તરીકે વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં  પડી છે. તેવી જ રીતે શહેરી વિસ્તારોમાં ઘર ઘરના રસોડામાં પડી શકે છે.  પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં પણ ખાસ્સો વધારો થવાની સંભાવના છે.

    follow whatsapp

    ADVERTISEMENT