Harsh Sanghviની સરપ્રાઈઝ વિઝીટ બાદ એક્શન, આણંદ ST ડેપો મેનેજરને કરાયા સસ્પેન્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Anand News: ગુજરાતના વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આણંદ એસ.ટી ડેપોની સરપ્રાઈઝ વિઝીટ બાદ આણંદ એસ.ટી ડેપોના મેનેજર સામે કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટી કચેરીએ ડેપો મેનેજર કમલેશ શ્રીમાળીને સસ્પેન્ડ કર્યા છે અને પેટલાદના ડેપો મેનેજર બી.ડી રબારીને વધારાનો ચાર્જ સોંપ્યો છે. મહત્વનું છે કે, હર્ષ સંઘવીની આણંદ નવા બસ સ્ટેન્ડની મુલાકાત દરમિયાન એસ.ટી ડેપો મેનેજરની ગંભીર બેદરકારીઓ સામે આવી હતી.

2 દિવસ પહેલા પહોંચ્યા હતા આણંદ

હર્ષ સંઘવી તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા સ્થળોની સરપ્રાઈઝ વિઝીટ લેવામાં માટે જાણીતા છે. તેઓ બે દિવસ પહેલા અચાનક આણંદ એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી અચાનક આણંદ એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે પહોંચતા એસ.ટીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

હર્ષ સંઘવીએ કર્મચારીઓનો લીધો હતો ઉધડો

આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુસાફરો માટે બેસવાની સુવિધા, પીવાના પાણીની સુવિધા, પંખાની સુવિધા, સ્વચ્છતા સંદર્ભે શૌચાલયની સુવિધાની સાથે તેની સ્વચ્છતા જળવાય રહે તેમજ બસ સ્ટેન્ડ અને ત્યાં આવતી બસોની સફાઈ થાય છે કે કેમ ? તે સંદર્ભેની જાણકારી મેળવી હતી. હર્ષ સંઘવીની આણંદ એસ.ટી ડેપોની મુલાકાત દરમિયાન ગંદકી, બેસવાના બાંકડા, સાફ-સફાઈ મામલે કર્મચારીઓનો ઉધડો લીધો હતો. તો આ દરમિયાન એસ.ટી ડેપો મેનેજર ગેરહાજર જોવા મળ્યા હતા.

ADVERTISEMENT

એસ.ટી ડેપોમાં સાફ સફાઈ કરાવી

હર્ષ સંઘવીના આદેશ બાદ ડેપો સત્તાધીશો દ્વારા તુરંત જ સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવી મરામત સાથે ડેપોની કાયાપલટ કરી નાખી હતી. સત્તાધીશોએ બસ સ્ટેન્ડમાં સાફ સફાઈ કરાવી હતી. સાથે જૂના બાંકડા-પંખા બદલાવી નાખ્યા હતા. હર્ષ સંઘવીની મુલાકાતના ગણતરીના દિવસમાં જ વહીવટી કચેરીએ આણંદ ડેપો મેનેજર કમલેશ શ્રીમાળી સામે ખાતાકીય પગલા ભરીને તેમને સસ્પેન્ડ કર્યા છે.

વિથ ઈનપુટઃ હેતાલી શાહ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT