Weather Update: Gujarat માં ફરી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે, હવામાન વિભાગે કરી આગાહી

ADVERTISEMENT

Weather Update News
Weather Update News
social share
google news
  • રાજ્યના હવામાન વિભાગની નવી આગાહી
  • ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ઠંડીનો ચમકારો જોવા મળશે
  • કમોસમી વરસાદને લઈ અંબાલાલની આગાહી

Weather Update News: છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડીમાં રાહત થઈ હોય એવું લાગી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે. જેમાં જાણવામાં આવ્યું છે કે હજુ પણ ઠંડીનું બીજુ મોજું ફરી વળવાની સંભાવના છે.

ગુજરાતના તાપમાનમાં થઈ શકે છે ઘટાડો

જો ગુજરાતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગની અગાહી અનુસાર આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે. રાજ્યમાં માત્ર 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શકયતા છે. જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે અમુક વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ રહેશે.

દેશમાં કેવું રહેશે વાતાવરણ

આગામી 24 કલાકમાં હિમાચલ પ્રદેશ અને પંજાબના વિવિધ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે.8 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં જમીની વિસ્તારોમાં હિમ પડવાની સંભાવના છે. IMD અનુસાર, 9 ફેબ્રુઆરી પછી દેશમાં ક્યાંય પણ ધુમ્મસ નહીં હોય. હિમાચલ પ્રદેશમાં આગામી 24 કલાકમાં કોલ્ડવેવની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી 24 કલાકમાં વરસાદ/બરફ પડવાની શક્યતા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT