મહીસાગરના શિક્ષણાધિકારીના પરિપત્રનું પાલન કરવા જતાં શિક્ષિકાએ ગુમાવ્યો પોતાનો પગ

ADVERTISEMENT

મહીસાગરના શિક્ષણાધિકારીના પરિપત્રનું પાલન કરવા જતાં શિક્ષિકાએ ગુમાવ્યો પોતાનો પગ
મહીસાગરના શિક્ષણાધિકારીના પરિપત્રનું પાલન કરવા જતાં શિક્ષિકાએ ગુમાવ્યો પોતાનો પગ
social share
google news

વીરેન જોશી.મહીસાગરઃ મહીસાગર જિલ્લામાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે સમય દાન આપવા જતા શિક્ષિકાને અકસ્માત નડતા પગ કપાઈ જતા પગના અંગનું બલીદાન થઈ ગયું હતું. બાલાસિનોર તાલુકાના બોરી ડુંગરી પ્રાથમિક શાળાના આસિસ્ટનન્ટ શિક્ષિકા જ્યારે વિદ્યાર્થીઓ માટે વધારાના સમયમાં સમય દાન કરવાના શિક્ષણાધિકારીના પરિપત્રનું પાલન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમણે પોતાનો પગ ગુમાવી દીધો હતો.

બંને પગે ઈજા થઈ, એક પગ કપાઈને છૂટો થઈ ગયો
બાલાસિનોર તાલુકાના બોરી ડુંગરી પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષિકા જાગૃતી મિસ્ત્રી મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી દ્વારા ઉનાળુ વેકેશનમાં મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓમાં વાંચન , ગણન અને લેખનની સ્થિતિમાં સુધારાત્મક ફેરફારો આવે તે માટે સવારે આઠથી અગિયાર સુધી શિક્ષકોએ શાળામાં જઈને વિદ્યાર્થીઓ માટે સમય દાન આપવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. આ પરિપત્રનું પાલન કરતા વ્હાલા બાળકોના સમયદાન માટે બોરી ડુંગરી પ્રાથમિક શાળામાં આ શિક્ષિકા જઈ રહ્યા હતા. ત્યારે બોરે ડુંગરી બસ સ્ટેન્ડ ઉપર ટ્રક દ્વારા એક્ટિવાને ટક્કર મારવામાં આવતા બંને પગે ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં એક પગ કપાઈ ગયો હતો. ઘયાલ શિક્ષિકાને પ્રાથમિક સારવાર બાલાસિનોર કેએમજી હોસ્પિટલમાં આપીને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી દ્વારા શાળાના બાળકોને વેકેશનમાં શિક્ષણ મળે તે માટે સમયદાન માટે આદેશ કરવામાં આવ્યો હતો. આદેશનું પાલન શિક્ષિકા દ્વારા કરવામાં આવતા આજે શિક્ષિકાને સમય દાન આપવા જતા માર્ગ અકસ્માતમાં પગ કપાઈ જતા કાયમ માટે અંગનું બલિદાન થઈ ગયું છે.

ADVERTISEMENT

30થી વધુ મુસાફરો સાથે જતી સુરતની બસનો રાજપીપળામાં ટ્રક સાથે અકસ્માતઃ લોકોની ચીસ પડી ગઈ

શું હતો પરિપત્ર
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી દ્વારા મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ વાંચન, ગણન અને લેખનની સ્થિતિમાં સુધારાત્મક ફેરફારો આવે તેવા શુભ આશયથી મહીસાગર જિલ્લામાં ઉનાળુ વેકેશનના સમયગાળા દરમ્યાન 25 મેથી 3 જૂન ૨૦૨૩ સુધી “વેકેશનના વ્હાલા બાળકો ” કાર્યક્રમનું આયોજન કરી વેકેશનમાં વ્હાલા બાળકો માટે આ કાર્યક્રમ અંતર્ગત સમયદાન આપવા પરિપત્ર કરવામાં આવ્યો છે અને આ પરિપત્રનું પાલન કરવાની જવાબદારી જે તે પ્રાથમિક શાળાના આચાર્ય તથા સી.આર.સી.કો.ઓ.સંકલનમાં રહી શાળાનો ઓછામાં ઓછો ૨૫ % કરતાં વધુ સ્ટાફ જોડાય તેવો પ્રયાસ કરી વધુમાં વધુ શિક્ષકો સમયદાન આપે તેવી અપીલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લામાં આવેલા જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે અને જેમાં આચાર્ય પોતે પોતાની વિવેક બુદ્ધિ વાપરી રૉટેશનમાં શિક્ષકોને બોલાવવા જણાવવામાં આવ્યું છે. તેમજ જે શાળામાં શિક્ષકો સમયદાન આપી ઉત્કૃષ્ટ કામગીરી કરશે તે શાળાને અને સબંધિત શિક્ષકને જિલ્લા શિક્ષણ સમિતિ મહીસાગર તરફથી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે તેવો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્વભાવિક છે કે જિલ્લા શિક્ષણાધિકારી પરિપત્ર કરે એટલે તેનું પાલન તો કોઇપણ સંજોગોમાં કરવું જ પડે છે.

એક શિક્ષિકાએ ઉનાળુ વેકેશનમાં પોતાના પરિવાર સાથે સમય વ્યતીત કરવાના બદલે પોતાના ઉપરી અધિકારીના આદેશનું પાલન કરી શાળાના બાળકો માટે સમય દાન કરવા જતાં માર્ગ અકસ્માતમાં પગ કપાઈ જતા પરિવાર માટે મુશ્કેલીઓનો સમય આવી પડ્યો છે ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલા આદેશ માત્ર મહીસાગરમાં કે અન્ય જિલ્લામાં પણ સમયદાનના આદેશ છે કે કેમ….???તે એક તપાસનો વિષય છે?? ઉપરાંત પોતાનું અંગ ગુમાવનાર મહિલા શિક્ષિકાને વિભાગ કેવી રીતે મદદે આવશે તે પણ વિચારવું રહ્યું

ADVERTISEMENT

અગાઉ આસારામ વાળો પરિપત્ર પણ વિવાદીત રહ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ સમગ્ર મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં રાખવા માટે પરિપત્ર કરવામાં આવ્યો હતો અને જે પરિપત્રનું પાલન કરતા શાળાના શિક્ષકો દ્વારા બળાત્કારી આસારામના બેનર મારી વિદ્યાર્થીઓની હાજરીમાં આરતી ઉતારી હતી. જે અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતા સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી અને બળાત્કારી આસારામની આરતી ઉતારનાર શિક્ષકોની કચ્છ બદલી થઈ જતા શિક્ષકોને ભોગવવાનો વારો આવ્યો હતો. ફરી એકવાર પ્રાથમિક શિક્ષણધિકારી દ્વારા ઉનાળુ વેકેશનમાં વિદ્યાર્થીઓ માટે સમય દાન આપવાનો પરિપત્ર કરવામાં આવતા સમયદાન આપવા જઈ રહેલા શિક્ષિકાનો માર્ગ અકસ્માતમાં પગ કપાઈ જતા શિક્ષિકા સહિત તેના પરિવારને દુઃખ ભોગવવાનો વારો આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT