Accident News: ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતમાં 4 યુવકોના દર્દનાક મોત, કારના ઊડી ગયા ફૂરચાં
Accident News: રાજ્યમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજ્યમાં આજે વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં 4 યુવકોના કમકમાટીભર્યા…
ADVERTISEMENT
Accident News: રાજ્યમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજ્યમાં આજે વહેલી સવારે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં 4 યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ અકસ્માત ધ્રાંગધ્રા નજીક કલ્પના ચોકડી ખાતે સર્જાયો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
ધ્રાંગધ્રાની કલ્પના ચોકડી પાસે અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા યુવકો ધ્રાંગધ્રા તાલુકાના નરાડી ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપીને રાત્રિના સમયે ગોલાસણ પરત આવી રહ્યા હતા. ત્યારે ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવે પર આવેલી કલ્પના ચોકડી પાસે કારના ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવી રહેલી આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
કારમાં સવાર 4 યુવકોના મોત
આ ભયાનક અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. તો મોટી સંખ્યામાં રાહદારીઓના ટોળા એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતની જાણ થતાં જ ધ્રાંગધ્રા પોલીસની ટીમ પણ દોડી આવી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 7 યુવકોમાંથી 4ના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
ADVERTISEMENT
કાર પડીકું વળી ગઈ
જ્યારે ત્રણ યુવકો ઈજાગ્રસ્ત તેઓને સારવાર માટે તાત્કાલિક ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં કાર પડીકું વળી ગઈ હતી. તેનું મશીન ઉડીને બહાર પડ્યું હતું. મૃતદેહોને કારના પતરાને કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસે હાથ ધરી તપાસ
હાલ તમામ મૃતદેહોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી અને તાત્કાલિક અસરે તેમના પરિવારજનોને જાણકારી આપવામાં આવી છે. તો પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
(વિથ ઇનપુટઃ સાજીદ બેલીમ)
ADVERTISEMENT
ADVERTISEMENT