Accident News: આણંદના પેટલાદ નજીક બસ અને ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત, 5થી વધુ ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

Anand Accident News: ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદ નજીક અકસ્માત સર્જાતા 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત

મળતી માહિતી અનુસાર, આણંદના પેટલાદથી ખંભાત જવાના રસ્તા ઉપર જોગણ નહેર પાસે આજે વહેલી સવારે એસ.ટી બસ અને લાકડા ભરેલ ટ્રેક્ટર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે લાકડા ભરેલ ટ્રેકટર પલ્ટી ખાઈ ટ્રોલીથી છુટુ પડી રોડની સાઈડના ખાડામાં ખાબક્યું હતું.

5થી વધુ લોકો ઈજાગ્રસ્ત

આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તો આ અંગેની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 5થી વધુ લોકોને સારવાર અર્થે પેટલાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં

બસ અને ટ્રેક્ટરની વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બસનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. જ્યારે ટ્રેક્ટર ચાલક સહિત બસના મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને 108 મારફતે પેટલાદ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

(વિથ ઈનપુત, હેતાલી શાહ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT