પાદરા-જંબુસર હાઇવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત, ત્રણ લોકો થયા જીવતા ભડથું
વડોદરા: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન વધુ એક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર ગંભીર અકસ્માત…
ADVERTISEMENT
વડોદરા: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન વધુ એક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે.
વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. આજે વહેલી સવારે પાદરા-જંબુસર રોડ પર આવેલા આભોર ગામ નજીક ટ્રક અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને ટેન્કર પ્રચંડ ધડાકા સાથે અથડાઈ હતી. સ્ટલિંગ કંપની નજીક ટ્રક અને ટેન્કરની ટક્કર એટલી ભયાનક હતી કે બન્ને વાહનોમાં ભયાનક આગ લાગી હતી.
ત્રણ લોકોના મોત
ગોઝારી ઘટનામાં બંન્ને વાહનોના ચાલક અને ક્લિનર સહિત ત્રણેય બળીને ભડથું થઈ ગયા હતા. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તો આ અંગેની જાણ થતાંની સાથે જ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી..પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો છે.
ADVERTISEMENT
પોલીસે કાર્યવાહી હાથ ધરી
ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીઅને આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં ટ્રક અને ટેન્કરમાંથી ડ્રાઈવર અને ચાલકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT