સુરેન્દ્રનગરમાં માલવણ હાઈવે પર ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે ધ્રુજાવી મૂકે તેવો અકસ્માત, 2નાં મોત, 12 ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાજિદ બેલિમ/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ પાસે અમદાવાદ-કચ્છ હાઈવે પર ટ્રેલર અને ટ્રેક્ટર વચ્ચે કંપાવી મૂકે તેવો ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યા છે અને 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઈજાગ્રસ્તોને હાલમાં 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ટ્રેક્ટરમાં 20 લોકો સવાર હતા
સુરેન્દ્રનગરમાં માલવણ હાઈવે પર અખિયાણા પાસે 20 લોકોને લઈને જતા ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા હતા અને 12 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડીને ત્યાં પહોંચી ગયા હતા અને 108ને બોલાવીને સામાન્ય ઈજાઓ પહોંચી હોય તેવા દર્દીઓને ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ખેસડાયા હતા. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે
હાલમાં અકસ્માતના કારણોની ધ્રાંગધ્રા પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માતમાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થતા મૃતકોની સંખ્યામાં હજુ પણ વધારો થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT