અમરેલી: રાજકોટ રોડ પર સર્જાયો ત્રિપલ અક્સ્માત, 1નું મોત 3 ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

અમરેલી: રાજકોટ રોડ પર સર્જાયો ત્રિપલ અક્સ્માત, 1નું મોત 3 ઈજાગ્રસ્ત
અમરેલી: રાજકોટ રોડ પર સર્જાયો ત્રિપલ અક્સ્માત, 1નું મોત 3 ઈજાગ્રસ્ત
social share
google news

અમરેલીઃ અમરેલીમાં અવારનવાર ગમખ્વાર અકસ્માતો બનતા આવ્યા છે. ઝડપ અને બેદરકારીઓએ ઘણી વખત આવા ગમખ્વાર અકસ્માત સર્જ્યા છે. અમરેલીના બાબરાના રાજકોટ રોડ પર આજે સોમવારે એક ત્રિપલ અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક કાર, બસ અને છકડો એક બીજા સાથે ભટકાયા હતા. અહીં સુધી કે છકડામાં રહેલા 1 વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બાબા બાગેશ્વર પોતાના જ આયોજકોનું નુકસાન ના બચાવી શક્યાઃ વિજ્ઞાને મારી બાજી- Video

અકસ્માતને પગલે ટ્રાફિક જામ
અમરેલીના બાબરાના રાજકોટ રોડ પર આજે સોમવારે એક કાર, બસ અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. છકડો રિક્ષામાં બેસેલા મુસાફરનું આ અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્રિપલ અકસ્માતમાં અન્ય ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે તુરંત બાબરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની લાશને પોસ્ટ મોર્ટમ માટે બાબરા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT