કોંગ્રેસનાં દિગ્ગજ નેતાનો સ્વિકાર! અમારી પાસે પૈસા નથી માટે અમે હારી રહ્યા છીએ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : અરવિંદ કેજરીવાલની પાર્ટી કોંગ્રેસના મત કાપવા આવી છે, જ્યાં કોંગ્રેસ મજબૂત છે, તેણે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ ચૂંટણી થાય છે. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.

સુખરામ રાઠવાની એક્સક્લુઝીવ વાતચીત
ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ GujaratTak સાથેની એક્સક્લુઝિવ મુલાકાતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી બે પક્ષો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે, પરંતુ કૉંગ્રેસના મતો કાપવા માટે કૉંગ્રેસ જ્યાં ઊભી હતી ત્યાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. 8 મી ડિસેમ્બરે ખબર પડશે કે સરકાર બની રહી છે.

વારંવાર પીએમના પ્રવાસ પરથી જ ભાજપની સ્થિતિ ખબર પડે છે
વડાપ્રધાન મોદી વારંવાર ગુજરાતની મુલાકાતે આવે છે, ગૃહમંત્રી અમિત શાહ, જ્યારે કેન્દ્રમાં અમારી સરકાર હતી ત્યારે વડાપ્રધાન બે-ત્રણ બેઠકો કરતા હતા, પરંતુ ભાજપ સરકાર બનાવી શકી નથી. આ માટે મોટા નેતાઓ વારંવાર ગુજરાત આવી રહ્યા છે તેના પરથી જ ભાજપની સ્થિતિનો તાગ મળી જાય છે. આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનો ગઢ છે. લોકો વ્યક્તિની વિરુદ્ધ જઈને પક્ષને મત આપે છે, પક્ષ ખાસ નથી હોતો, વ્યક્તિ વિશેષ હોય છે.

ADVERTISEMENT

રાહુલ-પ્રિયંકા આવશે પરંતુ નાણાના અભાવે મોટી સભા શક્ય નહી
રાહુલ ગાંધી અને પ્રિયંકા બંને 22 પછી ગુજરાત ચૂંટણી પ્રચાર માટે આવશે. કોંગ્રેસના ઉમેદવાર પાસે ફંડ નથી, તેથી જ તેઓ જૂની પદ્ધતિથી ચૂંટણી લડી રહ્યા છે. મોટા નેતાઓની રેલી હોય તો ખર્ચ પણ વધુ થાય છે. કોંગ્રેસના ઉમેદવાર પાસે ફંડ ઓછું છે. નાની રેલી યોજીને જ સંતોષ કરવો પડે છે.

હું કોંગ્રેસમાં જ રહેવાનો છું, કોંગ્રેસમાં જ જીવવાનો છું
આ ઉપરાંત તેમના કોંગ્રેસના ભવિષ્ય અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, હું કોંગ્રેસ છોડીશ નહીં. સુખરામ કોંગ્રેસની ધરતીના છે, મારી અંતિમયાત્રા પર કોંગ્રેસનો ઝંડો ફરકાવવામાં આવશે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે, કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી બીજેપીની બી ટીમ છે. જ્યાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં તેઓ પોતાના ઉમેદવાર ઉભા કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT