Vadodra: એમ.એસ. યુનિવર્સિટી ફરી વિવાદના વંટોળમાં, ABVP એ વાઇસ ચાન્સેલરનો કર્યો ઘેરાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Vadodra: શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર લાપતા થયા   હોવાના પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. જોકે, પોસ્ટરો લાગતા જ યુનિવર્સિટીમાં રાજકીય માહોલ ગરમાયો છે. તો બીજી તરફ, મળનારી સિન્ડીકેટની બેઠક તોફાની બને તેવી પણ પૂરેપુરી શક્યતાઓ સેવાઇ રહી છે. આ દરમિયાન બોપોરે ABVP ના કાર્યકરો આકરા મૂડમાં જોવા મળ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વી.સી. નો ઘેરાવો કરતાં જોવા મળ્યા હતા.

વડોદરા એમ.એસ. યુનિવર્સિટી ફરી એક વખત વિવાદના વંટોળ વચ્ચે ફસાઈ છે. આજે સવારથી જ ABVP ના કાર્યકરો આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે. આજે યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર લાપતા ના પોસ્ટર લાગ્યા હતા. કોમર્સ ફેકલ્ટી પાસે પોસ્ટર લાગ્યા હતા અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વાઇસ ચાન્સેલર ન મળતા હોવાના આક્ષેપ ABVP દ્વારા કરવામાં આવ્યો હતો.

વડોદરાની એમ.એસ.યુનિ.માં વાઇસ ચાન્સેલર પોતાની મનમાની અનેક વખત સામે આવી ચૂકી છે. ત્યારે તાજેતરમાં સિન્ડીકેટ મેમ્બરોએ બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું. છતાં પણ તેમના વર્તનમાં કોઇ સુધારો જણાયો નથી. યુનિ.માં સિન્ડીકેટની બેઠક મળવા જઇ રહી છે, તે પહેલા યુનિ કેમ્પસમાં ઠેર ઠેર એમ.એસ.યુ.ના વાઇસ ચાન્સેલર ડો. વિજય કુમાર શ્રીવાસ્તવ ખોવાયા છે. તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. પોસ્ટરો લાગવાને કારણે યુનિ. રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ADVERTISEMENT

જાણો શું છે પોસ્ટરમાં
કોમર્સ ફેકલ્ટી પાસે વીસી ખોવાયા હોવાના પોસ્ટર લાગ્યા હતા. આ પોસ્ટરમાં વીસીનો ફોટો પણ લગાડવામાં આવ્યો છે. જેમાં વાઇસ ચાન્સેલર લાપતા થયા હોવાનો ઉલ્લેખ છે. એટલું જ નહીં તેમણે પ્રશ્નો પુછતા લખવામાં આવ્યું છે કે, પદવીદાન સમારોહની તારીખ જણાવવાનો કષ્ટ કરો, ગત વર્ષના ફોલ્ડર અને સ્કાર્ફ આપવાનો કષ્ટ કરો, અને 30 હજાર વિદ્યાર્થીઓને માર્કશીટ પહોંચાડવાનો કષ્ટ કરો. આ પોસ્ટર મહારાજા સયાજીરાવ દ્વારા શિક્ષાના ઉદ્દેશ્યથી દાનમાં આપવામાં આવેલી યુનિ.ના વિદ્યાર્થી દ્વારા લખવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ફરી આવશે માવઠું, જાણો ક્યારે અને ક્યાં ક્યાં પડી શકે છે કમોસમી વરસાદ

ADVERTISEMENT

સિન્ડીકેટની બેઠક તોફાની બનવાના એંધાણ
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કોઈ ને કોઈ વાતને લઈ સતત વિવાદમાં રહ્યા છે. ત્યારે આજના પોસ્ટર વોરથી આવનાર સમયમાં મળનારી સિન્ડીકેટની બેઠક ભારે તોફાની બનવાના એંધાણ છે. ત્યારે હવે વિદ્યાર્થીઓની સાથે સાથે સિન્ડીકેટ મેમ્બર પણ લડી લેવાના મુડમાં છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા )

    follow whatsapp

    ADVERTISEMENT