જૂનાગઢમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી, ખંડેર બનેલી જૂની હોસ્પિટલમાંથી માનવ અવશેષો મળ્યા
ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જૂની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમની પાસેથી સેંકડો મૃત વ્યક્તિઓના અવશેષો મળી આવતા ખળભળાટ મચી ગયો…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જૂની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમની પાસેથી સેંકડો મૃત વ્યક્તિઓના અવશેષો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય વિભાગની આ મોટી ચૂકથી સામાન્ય લોકોના સ્વાસ્થ્યને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
6 વર્ષ પહેલા નવી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયું
હકીકતમાં જૂનાગઢમાં લગભગ 6 વર્ષ પહેલા નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ થયું હતું, ત્યારથી આ જૂની હોસ્પિટલમાંથી બધો સામાન ત્યાં લઈ જવામાં આવ્યો, જોકે મૃત વ્યક્તિઓના અવશેષોને અહીં જ છોડી દેવામાં આવ્યા. હવે આ જૂની હોસ્પિટલની જગ્યા પર નવી કોર્ટ બની રહી છે. જ્યારે હોસ્પિટલને તોડવામાં આવી તો પોસ્ટમોર્ટમ રૂમ પાસેથી સેંકડો ભ્રૃણ અને મૃત શરીરના અંગો અને અવશેષો મળી આવતા હડકંપ મચી ગયો છે.
ADVERTISEMENT
માનવઅંગોનો ન કરાયો યોગ્ય નિકાલ
હાલમાં સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ સવાલ એ થાય છે કે 6 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં પ્રશાસન તરફથી આ માનવઅંગોનો યોગ્ય નિકાલ શા માટે ન કરવામાં આવ્યો. માનવઅંગોને આ રીતે શા માટે છોડી દેવામાં આવ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT