ત્યજી દેવાયેલ બાળકનું ભવિષ્ય બદલાયું, NRI દંપતીએ લીધું દતક
અમદાવાદ: કોઈ કારણોસર બાળકને તેના માતા પિતાએ ત્યજી દીધું હતું અને કોઈ આધાર વિહોણું બન્યું હતું. ત્યારે હવે આધાર વિહોણા બાળકનું અચાનક ભવિષ્ય બદલાયું છે.…
ADVERTISEMENT

અમદાવાદ: કોઈ કારણોસર બાળકને તેના માતા પિતાએ ત્યજી દીધું હતું અને કોઈ આધાર વિહોણું બન્યું હતું. ત્યારે હવે આધાર વિહોણા બાળકનું અચાનક ભવિષ્ય બદલાયું છે. મહેસાણાના ત્યજી દેવાયેલા બાળકને NRI દંપતીએ દત્તક લીધો છે .6 વર્ષના આ બાળકને NRI નિલેશ રાવલે પોતાના ઘરે હિન્દુ રીતિ રિવાજ મુજબ ગૃહપ્રવેશ કરાવ્યો હતો. અને સમાજમાં અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મહેસાણામાં ત્યજી દેવામાં આવેલ બાળકનો ઉછેર અમદાવાદના બાલભવન પાલડી ખાતે થઈ રહ્યો હતો. ત્યારે આ 6 વર્ષીય બાળક રુદ્રને NRI દંપતીએ દતક લઈ અને નવું જીવન આપ્યું છે. દતક લેનાર નિલેશ રાવલ 1997થી અમેરિકાના મેરિલેન્ડમાં વસે છે. તેમના પરિવારમાં પત્ની, માતા-પિતા, ભાઈ-ભાભી અને ભત્રીજો છે. તેમના ભાઈ-ભાભી પણ અમેરિકામાં જ વસે છે. નિલેશભાઈ અમેરિકામાં સ્ટોર્સ ધરાવે છે. આ બાળક પણ તેમની સાથે અમેરિકામાં રહેશે.રૂદ્ર નિલેશભાઈ અને રેશ્માબેનનું પહેલું બાળક છે. ભવિષ્યમાં પણ તેઓ અન્ય બાળકને દત્તક લઈ શકે છે.
દતક લેવાની પ્રક્રિયા ખૂબ જ અઘરી
બાળકને દતક લેવા મામલે નિલેશભાઈએ જણાવ્યું હતું કે, બાળક દત્તક લેવાની પ્રક્રિયા ખૂબ લાંબી અને અઘરી હોય છે. અમને 1 વર્ષ જેટલો સમય બાળકને દત્તક લેવાની પ્રક્રિયામાં ગયો છે. અમેરિકામાં એજન્સીઓ હોય છે, જો કોઈએ બાળક દત્તક લેવું હોય તો આ એજન્સી તેમને બાળકના વીડિયો અને ફોટા બતાવે છે. દત્તક લેવાની પ્રક્રિયા આરંભ થયા બાદ જુદા-જુદા સરકારી ખાતામાં ઇનવોલ્વ થાય છે. આ પ્રક્રિયાનો ખરેખર પ્રારંભ 4 વર્ષ પહેલાં થયો હતો. ભારતમાં અધિકારીઓ બાળક દત્તક લેવાની અરજી આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના 21 દિવસમાં જવાબ આપવાના નિયમને પાળતા નથી. તેમાં સુધારો જરૂરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT