'વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડશે', અંગ દઝાડતી ગરમી વચ્ચે અંબાલાલ પટેલની નવી આગાહી

ADVERTISEMENT

Ambalal Patel
Ambalal Patel
social share
google news

Gujarat Rain Update: ગુજરાતમાં એકબાજુ આકરી ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારે 40 ડિગ્રીની ઉપર પહોંચતા ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) ચોમાસા પહેલા વરસાદના રાઉન્ડને લઈને આગાહી કરી છે. જે મુજબ 26મીથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાતમાં ક્યારથી શરૂ થશે વરસાદનો રાઉન્ડ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ઉપલા લેવલે ઠંડક થતા ગુજરાતમાં ગાજવીજ સાથે તારીખ 26થી 4 જૂન સુધી વરસાદ વરસી શકે છે અને 7થી 14 જૂનમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે. 22થી 28 જૂનમાં આદ્ર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 

26થી 4 જૂન વચ્ચે ક્યાં-ક્યાં વરસાદ થઈ શકે?

આ ઉપરાંત તેમણે કહ્યું કે, સુરતના ભાગો, ભરૂચના ભાગો, સાપુતારાના ભાગોમાં વરસાદ થશે. ત્યાર બાદ પંચમહાલ, બનાસકાંઠા, અવરલ્લી, સાબરકાંઠામાં પણ છુટા છવાયા ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આ સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવશે. વરસાદના કારણે 26 મેથી 4 જૂન દરમિયાન ગરમીથી રાહત મળવાની પણ શક્યતા છે. 4 જૂન સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી ગગડી જશે.

ADVERTISEMENT

ચોમાસામાં આંધી-વંટોળનું પ્રમાણ વધારે રહેશે

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન આંધી-વંટોળ અને ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે. જુલાઈ-ઓગસ્ટમાં સારો વરસાદ થશે. જોકે ચોમાસું આગળ વધી રહ્યું છે. આ સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. વાવાઝોડાની અસર તટ વિસ્તારમાં થશે. 

    follow whatsapp

    ADVERTISEMENT