AAP ની ગેરેન્ટી: કોન્ટ્રાક્ટ પરના તમામ કર્મચારીઓ કાયમી થશે,ગ્રેડ પે પણ અપાશે
અમદાવાદ : અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે ગુજરાતના પ્રવાસે છે. અહીં તેમણે કોન્ટ્રાક્ટ પર રહેલા ગુજરાત સરકારના કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ભગવંત માને…
ADVERTISEMENT
અમદાવાદ : અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે ગુજરાતના પ્રવાસે છે. અહીં તેમણે કોન્ટ્રાક્ટ પર રહેલા ગુજરાત સરકારના કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ભગવંત માને ગુજરાત સરકાર પર ચાબખા વિંઝ્યા હતા. માને જણાવ્યું કે, કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓ છો તમને ક્યારે પણ આ ભાજપ સરકાર છુટ્ટા કરી શકે છે. તમને ગમે ત્યારે ઘર ભેગા કરી શકે છે ભાજપ સરકાર પરંતુ તમે લોકો એકની એક સરકારનો કોન્ટ્રાક્ટ 27 વર્ષથી રિન્યુ કરી રહ્યા છો.
સંકલ્પ પત્રના નામે ઉલ્લુ નથી બનાવતા ગેરેન્ટી આપીએ છીએ
કેજરીવાલે સંબોધન દરમિયાન જણાવ્યું કે, અન્ય પાર્ટીઓ પોતાનું સંકલ્પ પત્રના નામે લોકોને ઉલ્લુ બનાવે છે. તેઓ ગેરેન્ટી નથી આપતા આખા દેશમાં આમ આદમી પાર્ટી જ સરકાર એવી છે કે જે ગેરેન્ટી આપે છે. અમે ગેરેન્ટીથી કામકરીશું. આ માત્ર વાતો નથી અમે દિલ્હી અને પંજાબમાં કરી દેખાડ્યું છે.
કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરીશું
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો તમામ કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓને કાયમી કરીશું. આ ઉપરાંત સમાન કામ સમાન વેતન આપીશું. જે ગ્રેડ પેની કર્મચારીઓની માંગ છે તે પણ પુર્ણ કરીશું. તમામ કર્મચારીઓને સંતોષપ્રદ કામ મળશે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને સીધો જ પગાર તમારા ખાતામાં આપવામાં આવશે. કાયમી ન થાય ત્યાં સુધી સીધા જ ખાતામાં પૈસા આવશે. કોન્ટ્રાક્ટરોને તમારો પગાર નહી અપાય.
ADVERTISEMENT
ADVERTISEMENT